મુંબઈ: કાલથી રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી શરૂ થશે

14 May, 2020 07:37 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ: કાલથી રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી શરૂ થશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે બહાર પાડેલા આદેશ અનુસાર કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના ક્ષેત્રમાં જ્યાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે ત્યાં ૧૫ મેથી દારૂની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવશે. મંગળવારે રાજ્ય સરકારે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (જીઆર)માં દારૂની દુકાનોમાં લોકોની ભીડ ન થાય એ માટે હોમ ડિલિવરીની છૂટ અપાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે આમાં કોરોનાના વધુ કેસને કારણે મુંબઈ, થાણે, ઔરંગાબાદ અને નાગપુરનો સમાવેશ થતો નથી. 

ડિપાર્ટમેન્ટના આદેશની વિગતો અનુસાર દુકાનદાર ૧૦થી વધારે ડિલિવરી-બૉય્‍ઝ રાખી નહીં શકે અને એક ડિલિવરી-બૉય એક વખતમાં ૨૪થી વધારે બાટલીઓ રાખી નહીં શકે. સરકારે દુકાનદારોને બાટલીના લેબલ પર છાપેલી મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (એમઆરપી) કરતાં વધારે રકમ ગ્રાહકો પાસેથી નહીં લેવાનો હુકમ કર્યો છે. હાલમાં દારૂનું ઑનલાઇન વેચાણ ચાલુ છે, પરંતુ દારૂના દુકાનકારોએ કર્મચારીઓ માટે ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને સૅનિટાઇઝેશનનો અમલ કરવાના નિયમો પાળવાના રહેશે.

mumbai news mumbai coronavirus