Mumbai Hit and Run: મીઠીબાઈ કૉલેજ પાસે હચમચાવનારો હાદસો! રસ્તો ક્રોસ કરી રહેલી છોકરીને અડફેટે લીધી, પછી...

22 August, 2026 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Hit and Run: મીઠીબાઈ કૉલેજ પાસેના એન.એસ. રોડ નંબર ૧ પર હંમેશાં લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. હવે આવા અતિ ભીડભાડવાળા રસ્તા પર આ પ્રકારનો હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાંથી ફરી એકવાર હિટ એન્ડ રન (Mumbai Hit and Run)નો કેસ સામે આવ્યો છે. વિલે પાર્લે વેસ્ટમાં આવેલી જાણીતી મીઠીબાઈ કૉલેજ પાસે એક ૧૫ વર્ષીય ગર્લ રસ્તો ક્રોસ કરી રહી હતી તે વખતે પૂરપાટ આ રહેલ એક બાઈકચાલકે ઉડાડી મૂકી હતી. મીઠીબાઈ કૉલેજ પાસેના એન.એસ. રોડ નંબર ૧ પર હંમેશાં લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. હવે આવા અતિ ભીડભાડવાળા રસ્તા પર આ પ્રકારનો હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે, કેમકે અનેક સ્ટુડન્ટ્સની પણ અહીં અવરજવર રહેતી હોય છે. રિપોર્ટ્સ પ્રમાણે ૧૫ વર્ષની છોકરી રસ્તો ક્રોસ કરી રહી હતી તે સમયે સ્પીડમાં બાઈક હંકારતા આવી રહેલ ચાલકે ગર્લને ટક્કર મારીને ફેંકી નાખી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે છોકરી લોહીલુહાણ થઈને રસ્તા પર ફેંકાઇ ગઈ હતી.

બાઇકચાલક ફરાર

રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ એક્સિડન્ટ (Mumbai Hit and Run) થયો ત્યારે રસ્તા પર અન્ય વેહિલક્સની અવરજવર શરૂ જ હતી. અચાનકથી સ્પીડમાં આવી રહેલી બાઈકે છોકરીને અડફેટે લીધી હતી. છોકરી અથડાઇને ફેંકાઇ ગયા બાદ માનવતા નેવે મૂકીને બાઇકરાઇડર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઇન્જર્ડ છોકરી રસ્તા પર લોહીલુહાણ થઇને તરફડી રહી હતી. તેને મદદ કરવાને બદલે બાઈકચાલક જાણે કશું જ નબયું ન હોય એમ ત્યાંથી બાઇક હંકારીને નાસી ગયો હતો. આ હાદસાથી રસ્તા પર ભારે ભીડ એકઠી થઇ ગઈ હતી અને લોકોમાં બાઇકચાલક પ્રત્યે રોષ ઠાલવી રહ્યા હતા.

ઇન્જર્ડ ગર્લ હૉસ્પિટલમાં

તરત જ આ ગંભીર ગુના (Mumbai Hit and Run)ની જાણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગંભીર રીતે ઇન્જર્ડ થયેલી ગર્લને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. એક્સિડન્ટના સમાચાર આ છોકરીના પરિજનોને પણ આપી દેવામાં આવી હતી. તાબડતોબ તેના પરિવારજનો પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને છોકરીની હાલત જોઈને તેઓ હેબતાઈ ગયા હતા અને ગુનેગાર પ્રત્યે આક્રોશ ઠાલવી રહ્યા હતા.

અત્યારે તો પોલીસે ફરાર બાઈકચાલક સામે ગુનો (Mumbai Hit and Run) નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. એક્સિડન્ટ સમયે બાઈકની સ્પીડ કેટલી હતી અને ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આ માટે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારની દુકાનો, ઇમારતો અને ચોક પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસે પરિવારજનોને આશ્વાસન આપતાં જણાવ્યું છે કે CCTV ફૂટેજના આધારે બહુ જ જલ્દી આરોપીને અટકાયતમાં લેવામાં આવશે.

mumbai news mumbai vile parle mithibai college road accident mumbai police Crime News mumbai crime news