હાઈ કોર્ટે ફાસ્ટૅગ સિસ્ટમ સામેની પીઆઇએલનો કેન્દ્ર પાસે માગ્યો જવાબ

04 March, 2021 08:41 AM IST  |  Mumbai | Agency

હાઈ કોર્ટે ફાસ્ટૅગ સિસ્ટમ સામેની પીઆઇએલનો કેન્દ્ર પાસે માગ્યો જવાબ

બૉમ્બે હાઈ કોર્ટે

બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ટોલ-પ્લાઝા પર તમામ વાહનો માટે રાષ્ટ્રીય ધોરી માર્ગો માટે દેશની ઇલેક્ટ્રૉનિક ટોલ કલેક્શન ચિપ ફાસ્ટૅગ ફરજિયાત બનાવવાના નિર્ણયને પડકારતી પીઆઇએલની પ્રતિક્રિયારૂપે ઍફિડેવિટ ફાઇલ કરવાનો હુકમ કર્યો હતો.

ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની ડિવિઝન બેન્ચે દેશભરના ટોલ- પ્લાઝા પર ફાસ્ટૅગ દ્વારા ટોલની ચુકવણી ફરજિયાત બનાવવાના નિર્ણયને પડકારતી અર્જુન ખાનાપુરે દ્વારા ગયા સપ્તાહે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરી હતી. અદાલતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયને તેની ઍફિડેવિટ દાખલ કરવા અને હુકમ કર્યો હતો અને આ મામલાની આગામી સુનાવણી ૧૭ માર્ચના રોજ નક્કી કરી હતી. પિટિશનરે તમામ ટોલ-પ્લાઝા પર સામાન્ય લોકો માટે કૅશ કાઉન્ટરની જોગવાઈ યથાવત્ રાખવાનો સરકારને આદેશ આપવાની માગણી કરી છે. પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ટોલની રકમ રોકડ સ્વરૂપે ચૂકવવામાં આવે તો ઑથોરિટી મનસ્વીપણે વાસ્તવિક રકમ કરતાં બમણી રકમ વસૂલે છે.

mumbai mumbai news mumbai high court