મુંબઈ: હાઇ કોર્ટ તરફથી અર્નબને કોઈ રાહત નહીં

07 November, 2020 07:23 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈ: હાઇ કોર્ટ તરફથી અર્નબને કોઈ રાહત નહીં

બુધવારે ધરપકડ પછી પોલીસ વાનમાં બેઠેલો અર્નબ ગોસ્વામી. તસવીર : અતુલ કાંબળે

બોમ્બે હાઈ કોર્ટે ટીવી ન્યુઝ એન્કર અર્ણબ ગોસ્વામીની હેબિઅસ કોર્પસ પિટિશન પર આજે ૧૨ વાગ્યે સુનાવણી કરશે. ૫૩ વર્ષના ઇન્ટિરીયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની માતા કુમુદ નાઇકની આત્મહત્યાના મામલે બુધવારે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરાઈ હતી. અર્નબ ગોસ્વામી આ કેસમાં રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે.

અર્ણવ વતીથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ હરિશ સાળવે અને આબાદ પોન્ડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બદદાનતથી કામ કરી રહી છે તથા ટીઆરપી કેસ ઉપરાંત અનેક કેસમાં એફઆઈઆર દાખલ કરી છે. તેમણે અલીબાગ યુનિવર્સિટીના એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (સીજેએમ)ના ચુકાદાને પણ ટાંક્યો હતો, જેમાં તેમણે અર્નબની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી.

અલીબાગ સેશન્સ કોર્ટ આજે સીજેએમના આદેશ સામે રાયગઢ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફાઈલ કરેલી રિવિઝન અરજી પર સુનાવણી કરશે. સીજેએમએ આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ અર્નબ ગોસ્વામી અને અન્ય બે જણા સામે કસ્ટોડિયલ ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડની અરજીને ફગાવી દીધી હતી.

સીબીઆઈએ કહ્યું હતું કે અમે કોર્ટ સમક્ષ અનેક પુરાવાઓ રજૂ કર્યા છે અને સાક્ષીઓ ઉપરાંત આરોપીને મોકલવામાં આવેલા ઇ-મેઇલ્સ પણ રજૂ કર્યા છે. જેમાંના અમુક ઇ-મેઇલ્સનો આરોપીએ જવાબ પણ આપ્યો છે. મરનાર અનેક વાર આરોપીના ઘરે પણ ગયો હતો પરંતુ તેને હંમેશા પાછો કાઢવામાં આવ્યો હતો.

રાજ્યના વિધાનસભાના સચિવને મોકલવામાં આવી શો-કૉઝ નોટિસ

મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષાધિકાર ભંગના કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને ધરપકડ સામે રક્ષણ આપતાં સર્વોચ્ચ અદાલતે વિધાનસભાના સચિવને શો-કૉઝ નોટિસ મોકલી હતી. વિધાનસભાના ગૃહની નોટિસની વિગતો સર્વોચ્ચ અદાલતને જણાવવા બાબતે અર્નબ ગોસ્વામીને ચેતવણીનો પત્ર લખવા બદલ ગૃહસચિવને શો-કૉઝ નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમારી સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શા માટે ન કરવી?’ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા વિશે રિપબ્લિક ટીવી-ચૅનલ પર રિપોર્ટિંગ સંદર્ભમાં ગૃહના વિશેષાધિકાર ભંગની કાર્યવાહીની ધમકી આપતી નોટિસ અર્નબ ગોસ્વામીને મોકલવામાં આવી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ શરદ બોબડે, ન્યાયમૂર્તિ એ. એસ. બોપન્ના અને ન્યાયમૂર્તિ વી. રામાસુબ્રમણ્યમની બેન્ચે જણાવ્યું હતું કે ‘આ ગંભીર અને અદાલતનો તિરસ્કાર ગણી શકાય એવી બાબત છે. અગાઉ ક્યારેય ન કરાયાં હોય એવાં બયાનો ન્યાયતંત્રીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવ્યાં છે. એ વિધાનો ન્યાય વહીવટની કાર્યવાહીમાં સીધી દખલ સમાન છે. અરજદાર સર્વોચ્ચ અદાલતના શરણે આવ્યા એ બદલ તેમને હેરાન કરવા અને એ પગલા બદલ તેમને દંડિત કરવાની ધમકી આપવાના ઇરાદાથી પત્ર લખવામાં આવ્યો હોય એવું સ્પષ્ટ રીતે જણાય છે.’

arnab goswami mumbai mumbai news bombay high court Crime News mumbai crime branch faizan khan