ફુટપાથ પર વ્યવસાય કરવાનો ફેરિયાઓને અધિકાર નથી : હાઈ કોર્ટ

28 October, 2019 12:30 PM IST  |  મુંબઈ

ફુટપાથ પર વ્યવસાય કરવાનો ફેરિયાઓને અધિકાર નથી : હાઈ કોર્ટ

ફૂટપાથ

રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે તેમ જ વાહનોની અવર-જવરમાં અગવડ પડે તે રીતે ફુટપાથ પર બેસીને વેપાર કરવાનો ફેરિયાઓને અધિકાર નથી એવી સ્પષ્ટતા કરીને મુંબઈ હાઈ કોર્ટે ભાંડુપના ફેરીવાળાઓને રાહત આપવાની ના પાડી હતી.
વાસ્તવમાં બીએમસીએ ભાંડુપ રેલવે સ્ટેશનના ૧૫૦ મીટરની હદમાં આવેલા સ્ટોલધારકોને સ્ટોલ ઉઠાવી લેવા ૧૫ દિવસની નોટિસ આપતાં ફેરિયાઓએ હાઈ કોર્ટમાં રજૂઆત કરી હતી.

ફેરિયાઓને શાળા, રેલવે સ્ટેશન તેમ જ ધાર્મિક સંસ્થાનો અને કોર્ટના ૧૦૦ મીટરની હદમાં સ્ટોલ માંડવાની પરવાનગી નથી. સાર્વજનિક રસ્તાઓ રાહદારીઓને ચાલવા માટે હોય છે. સાર્વજનિક રસ્તા પર વ્યવસાય કરવાનો ફેરિયાઓને અબાધિત અધિકાર છે એવું કોઈ પણ ચુકાદામાં કહેવાયું નથી, એમ જણાવતાં જસ્ટિસ એસ. સી. ધર્માધિકારી તથા જસ્ટિસ ગૌતમ પટેલની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે હાલમાં દિવાળીનો તહેવાર હોઈ ફેરિયાઓ રસ્તા પર જ્યાં ત્યાં સ્ટોલ લગાવે તે યોગ્ય નથી તથા રાહદારીઓની સુવિધા માટે ફેરિયાઓને હટાવવા જ જોઈએ.

બઈ તેમ જ ઉપનગરોની ફુટપાથ પર મોટા પ્રમાણમાં ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આમાંના ઘણા પાસે તો ફાયરબ્રિગેડની પરવાનગી પણ નથી. બીએમસી દ્વારા ફટાકડા ફોડવા સંબંધે જાગૃતિ ફેલાવવા બેરિયમ જેવા જોખમી ઘટક ન ધરાવતા ગ્રીન ક્રેકર્સ ખરીદ કરવા આવાહન કરવામાં આવી રહ્યું છે. જોકે હજી સુધી માત્ર ગ્રીન ક્રેકર્સ બનાવતા ૧૯ જણને જ લાઇસન્સ મળ્યું છે, અન્ય ૨૪૦ જણને માત્ર અપ્રુવલ મળી છે. ૧૨૫ ડેસિબલ કરતાં ઓછી તીવ્રતાનો અવાજ ધરાવતા ગ્રીન ક્રેકર્સ હાલમાં માત્ર દિલ્હીમાં જ મળે છે, મુંબઈની બજારમાં તે ઉપલબ્ધ ન હોઈ કમસે કમ આ દિવાળીએ તો ગ્રીન ક્રેકર્સ મળી શકશે નહીં.

mumbai mumbai high court