મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે શનિવારે સરસ્વતી સન્માન સમારોહ

29 August, 2024 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યક્રમમાં માતૃભાષાની ખાટીમીઠી વાતો સાથે હસતાં-હસતાં હકીકત સમજાવતું, સૌ શ્રોતાઓને ગાતા કરતું નાટક હુસૈનીભાઈ અને થિયેટ્રિક્સ ગ્રુપ દ્વારા ભજવાશે

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા શનિવારે સરસ્વતી સન્માન સમારોહ

મહારાષ્ટ્રની બધી જ ધમધમતી ગુજરાતી માધ્યમની સ્કૂલો તથા વિદ્યાર્થીઓનો પુરસ્કારોત્સવ ૩૧ ઑગસ્ટના શનિવારે બપોરે ૨.૩૦ વાગ્યાથી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા, શ્રીમતી ભૂરીબેન ગોળવાળા ઑડિટોરિયમ, ન્યુ એસએનડીટી બિલ્ડિંગ, કામા લેન, ઘાટકોપર (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૬ ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં માતૃભાષાની ખાટીમીઠી વાતો સાથે હસતાં-હસતાં હકીકત સમજાવતું, સૌ શ્રોતાઓને ગાતા કરતું નાટક હુસૈનીભાઈ અને થિયેટ્રિક્સ ગ્રુપ દ્વારા ભજવાશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનેક રોકડ ઇનામ, સ્મૃતિચિહ્‍‍ન તેમ જ ભેટ આપવામાં આવશે.

ગુજરાતી માધ્યમમાં દસમા ધોરણમાં નિમ્નલિખિત સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન થશે...

• દરેક સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી (૬૩)
• ગુજરાતીમાં ૮૫ કે એથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી (૮૯)
• અંગ્રેજીમાં ૮૫ કે એથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી (૫૯)
• બોર્ડમાં પહેલા આવનાર ત્રણ વિદ્યાર્થી (૪)
• ગુજરાતી માધ્યમની ૧૦૦ ટકા પરિણામ લાવનાર સ્કૂલ (૨૮)

આ ઉપરાંત ગુજરાતીમાં બારમા ધોરણમાં, સ્નાતકમાં અને અનુસ્નાતકમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે તથા વિશેષ શ્રેણીમાં ઉત્તીર્ણ થનારનું સન્માન થશે. યુવા સભ્યો દ્વારા જનજાગૃતિ માટે શેરીનાટક રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે સભાગૃહ સૌજન્ય શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટનું છે. વધુ માહિતી માટે સંપર્ક ઃ ભાવેશ મહેતા - ૯૮૬૯૦ ૪૦૬૮૦.

gujarati medium school gujaratis of mumbai gujarati community news mumbai news mumbai news