Mumbai-Goa Accident : અંતિમવિધિ માટે મુંબઈથી નીકળેલો પરિવાર કાળનો કોળિયો બન્યો- નદીમાં કાર પડતાં 5નાં મોત

20 May, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Goa Accident: મુંબઈનો પરિવાર દેવરૂખ તરફ જઇ રહ્યો હતો. ત્યારે તેઓની કાર નદીમાં પડી ગઈ હતી. કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-ગોવા હાઇવે (Mumbai-Goa Accident) પરથી રોડ એક્સિડન્ટની ભયાવહ ખબર સામે આવી છે. વળી આ એક્સિડન્ટ એટલો કરપીણ હતો કે કાર જગબૂદી નામની નદીમાં પડી ગઈ હતી. એવું જાણવા મળી રહ્યું છે કે કાર નદીમાં પડી જવાને કારણે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં બેસીને આ લોકો મુંબઈથી દેવરુખ જઇ રહ્યા હતા. અત્યારે આ સમગ્ર મામલે વધુ કોઈ માહિતી મળી નથી. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત મુંબઈ-ગોવા હાઇવે પર બનવા પામ્યો (Mumbai-Goa Accident) છે. મુંબઈનો પરિવાર દેવરૂખ તરફ જઇ રહ્યો હતો. ત્યારે તેઓની કાર નદીમાં પડી ગઈ હતી. આ એક્સિડન્ટમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે.

તમને જણાવી દઈએ કે થોડાક વર્ષો પહેલા પુલ તૂટી જવાને કારણે જગબુડી નદી કાળ બની હતી. ત્યારે અનેક લોકો અને વાહનો આ નદીમાં ગરકાવ થઈ ગયા હતાં. થોડા વર્ષો પહેલાં રાત્રિના સમયે અંધારું હોવાથી નદીમાં આવેલા પૂરને કારણે પુલ તૂટી પડ્યો હતો. અત્યારે તેની જગ્યાએ નવા પુલનું બાંધકામ થયું છે. જે નવા પુલ પરથી ફરી એકવાર આ ભયંકર એક્સિડન્ટ થયો છે. હજી તો ચોમાસું બેસી રહ્યું છે ત્યારે ફરી એકવાર આ નદી પાંચ લોકો માટે કાળ બની છે. 

એવા અહેવાલો મળી રહ્યા છે કે કેટલાંક લોકો મુંબઈથી દેવરુખમાં અંતિમવિધિ માટે જય રહ્યા હતા. ત્યારે જ અચાનકથી જગબુડી નદી પરના પુલ પરથી તેમની કાર નીચે પડી ગઈ હતી. જેને કારણે પાંચ લોકોના મોત થયા (Mumbai-Goa Accident) છે.

કાર ૧૦૦ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેના પરથી આ એક્સિડન્ટની ભયવહતાનો ખ્યાલ તમે લગાડી શકો છો. ડ્રાઇવર સહિત બે લોકોની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ આ એક્સિડન્ટ (Mumbai-Goa Accident) બન્યો હતો. આ સાથે જ માહિતી મળી રહી છે કે ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવી  બની છે. આ એક્સિડન્ટમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે. તેઓના નામ આ પરમઅને છે. મેધા પરમેશ પરાડકર, સૌરભ પરમેશ પરાડકર (22 વર્ષ), મિતાલી વિવેક મોરે (45 વર્ષ ), નિહાર વિવેક મોરે (19 વર્ષ), શ્રેયસ રાજેન્દ્ર સાવંત (23 વર્ષ). 

આ બે પરિવારો દેવરુખમાં અંતિમવિધિ માટે મુંબઈથી  નીકળ્યા હતા. પણ દેવરુખ પહોંચે તે પહેલાં જ તેઓના મોત થયા છે. હાલમાં ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી છે.  મુસાફરોના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં તેની વધુ માહિતી સામે આવશે.

mumbai news mumbai ratnagiri maharashtra news maharashtra mumbai-goa highway road accident