મુંબઇ: શબની વચ્ચે દર્દીઓની સારવાર, કિરીટ સોમૈયાએ શૅર કર્યો વીડિયો

26 May, 2020 07:57 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મુંબઇ: શબની વચ્ચે દર્દીઓની સારવાર, કિરીટ સોમૈયાએ શૅર કર્યો વીડિયો

તસવીર સૌજન્ય ટ્વિટર વીડિયો

મુંબઇના રાજાવાડી હૉસ્પિટલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે મૃતદેહની પાસે જ મહિલાની સારવાર થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી બીએમસી હૉસ્પિટલમાં અવ્યવસ્થાઓને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આ પહેલા સાઇન હૉસ્પિટલનો વીડિયો વાયરલ થયો હતો.

થોડોક સમય પહેલાં જ મુંબઇના સાયન હૉસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેખાતું હતું કે કોરોના વાયરસના દર્દીઓની સારવાર મૃતદેહો વચ્ચે કરવામાં આવી રહી છે. હવે ફરી એકવાર એવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે વૉર્ડની અંદર પ્લાસ્ટિક બૅગમાં મૃતદેહ પૅક કરીને બેડ પર રાખેલું છે. બેડ પર રાખવામાં આવેલા મૃતદેહની પાસે તેમની સારવાર થઈ રહી છે.

આ વીડિયોમાં એક મહિલા કહે છે કે જુઓ મૃતદેહોની બાજુમાં જ દર્દીઓના બેડ છે અને ત્યાં જ તેમની સારવાર થઈ રહી છે. આ વીડિયોમાં મૃતદેહની જમણી તરફ એક મહિલા દર્દી બેઠેલાં છે અને ડાબી તરફ દાખલ મહિલા દર્દી વીડિયો બનાવી રહી છે. વીડિયો બનાવનારી મહિલા મરાઠીમાં કંઇક કહી રહી છે.

11-12 કલાક એમ ને એમ રહ્યો મૃતદેહ
મહિલા કહી રહી છે, કે "આ રાજાવાડી હૉસ્પિટલ છે. અહીં એક મૃતદેહ છે જે મહિલાનું છે. મહિલાનું મૃત્યુ કોરોનાવાયરસને કારણે થયું છે. આ મૃતદેહ વૉર્ડમાં લગભગ છેલ્લા 11-12 કલાકથી પડ્યો છે." આ વીડિયો ભાજપ નેતા નીતેશ રાણેએ પણ ટ્વીટ કરીને લખ્યું, "આ ખરેખર પરિવર્તન છે કે હવે અમારે આશા ખોઈ દેવી જોઇએ?

અસહ્ય વેદનામાં જ મહિલાનો ગયો જીવ
વીડિયોમાં મહિલાએ ખુલાસો કર્યો છે કે મરનારી મહિલાએ મૃત્યુ પહેલા ઘણીવાર હૉસ્પિટલ સ્ટાફ પાસેથી પાણી માગ્યું પણ કોઇએ તેને પાણી ન આપ્યું. મહિલાએ કહ્યું, "જ્યારે તેને કોઇએ પાણી ન આપ્યું ત્યારે મેં તેને મારી બોટલમાંથી પાણી પીવડાવ્યું. મને તેને પાણી પીવડાવતી વખતે ડર લાગતો હતો કારણકે મેં ન તો ગ્લવ્સ પહેર્યા હતા કે ન તો માસ્ક પણ મારી પાસે કોઇ જ વિકલ્પ નહોતો. આ મહિલાનું વેદનામાં જ મૃત્યુ થઈ ગયું."

દર્દીઓ સામે રમાય છે મોતનો ખેલ
મહિલાએ જણાવ્યું કે મૃત્યુ બાદ મહિલા દર્દીનો મૃતદેહ હૉસ્પિટલ સ્ટાફે પ્લાસ્ટિક બૅગમાં સીલ કરીને ફરીથી તે જ બેડ પર રાખી દીધું, આ મૃતદેહ ઘણાં કલાકોથી પડ્યો હોવાની વાત મહિલાએ જણાવી.

mumbai news mumbai ghatkopar rajawadi hospital national news coronavirus covid19