મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં જેનેરિક દવાના સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રહેશે

10 October, 2025 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેનરિક દવા બ્રૅન્ડેડ દવાના વિકલ્પ તરીકે એ જ કૉમ્પોનન્ટ દ્વારા બનાવેલી દવા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં સસ્તા ભાવે દવા ઉપલબ્ધ કરાવવા માટે જેનરિક દવાના સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. જેનરિક દવા બ્રૅન્ડેડ દવાના વિકલ્પ તરીકે એ જ કૉમ્પોનન્ટ દ્વારા બનાવેલી દવા હોય છે. ઓછી આવક ધરાવતા દરદીઓને સસ્તા ભાવે દવા મળી રહે એ માટે આ દવા સસ્તા ભાવે મળી શકે છે. પહેલા તબક્કામાં ૫૦ સ્ટોર ખોલવામાં આવશે. ૧૫૦ ચોરસ ફુટમાં આવા સ્ટોર ખોલવામાં આવશે. પાંચ રૂપિયા ચોરસ ફુટના ભાવે ૧૫ વર્ષ માટે સ્ટોર લીઝ પર આપવામાં આવશે. ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હૃદય સંબંધી બીમારીઓ માટે હજારો રૂપિયાની દવાનો વિકલ્પ સસ્તા ભાવની દવામાં મળે એ માટે BMCએ આ નિર્ણય લીધો છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation healthy living health tips