પીએનબી કૌભાંડના આરોપીઓ વાધવાન પિતા-પુત્ર વિરુદ્ધ નવો કેસ દાખલ

22 January, 2020 09:17 AM IST  |  Mumbai | Vishal Singh

પીએનબી કૌભાંડના આરોપીઓ વાધવાન પિતા-પુત્ર વિરુદ્ધ નવો કેસ દાખલ

આરોપીઓ વાધવાન

મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઇઓડબલ્યુ)એ સોમવારે એચડીઆઇએલના પ્રમોટર્સ રાકેશ વાધવાન અને તેના પુત્ર સારંગ વાધવાન વિરુદ્ધ નવી એફઆઇઆર દાખલ કરી હતી.

ઇઓડબલ્યુના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મલાડના રહેવાસી – ચંદ્રકિશોર કોલોડીવાલા (૬૯)એ એચડીઆઇએલ ગ્રુપના ભાંડુપમાં આવેલા મેજેસ્ટિક ટાવરમાં એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધીમાં એચડીઆઇએલને રૂ. ૮૧,૦૨,૮૫૩ ચૂકવ્યા હતા. બંને પક્ષો વચ્ચેની સમજૂતી મુજબ, કોલોડીવાલાને ૨૦૧૩માં ફ્લેટનું પઝેશન મળવાનું હતું. પરંતુ, છ વર્ષ વીતી જવા છતાં ફરિયાદીને હજી સુધી ફ્લેટ મળ્યો નથી.

આ પણ વાંચો : મુંબઈ: અશ્વિની ભીડેને મેટ્રો રેલ કૉર્પોરેશનમાંથી હટાવાયાં

કોલોડીવાલાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૦૧૦માં ફ્લેટ બુક કરાવ્યા બાદ તેમણે ૨૦૧૩માં મળવાના ફ્લેટ માટે તેમણે એચડીઆઇએલના ખાતામાં ઇન્ટોલમેન્ટમાં નાણાં જમા કરાવ્યાં હતાં.

mumbai mumbai news malad Crime News mumbai crime news mumbai crime branch vishal singh