તૂટી પડેલા ફોર્ટના ભાનુશાલી બિલ્ડિંગની બાજુના મકાનના રહેવાસીઓ ભયભીત

22 July, 2020 07:00 AM IST  |  Mumbai | Hemal Ashar

તૂટી પડેલા ફોર્ટના ભાનુશાલી બિલ્ડિંગની બાજુના મકાનના રહેવાસીઓ ભયભીત

ભાનુશાલી બિલ્ડિંગના માત્ર બે ફુટના અંતરે જ કાકલ બિલ્ડિંગ આવેલું છે. તસવીર : બિપિન કોકાટે

તળમુંબઈમાં ફોર્ટના કબૂતરખાના પાસેનું ભાનુશાલી બિલ્ડિંગ તૂટી પડવાને એક અઠવાડિયું થવા આવ્યું અને એની બાજુના કાકલ બિલ્ડિંગને સાવચેતી માટે ખાલી કરાવવામાં આવ્યું હતું. જોકે એને મ્હાડાના અધિકારીઓએ ચેક કર્યા બાદ ઓકે કરી શનિવારે રહેવાસીઓને મકાનમાં જવાની છૂટ અપાઈ હતી, છતાં રહેવાસીઓની હાલત કફોડી બની છે. તેમને ડર લાગી રહ્યો છે કે ભાનુશાલી બિલ્ડિંગનો હાલમાં બચી ગયેલો હિસ્સો તૂટી ન પડે, કારણ કે એ પાર્ટ પણ જર્જરિત જ છે. એ જો તૂટી પડશે તો તેમના મકાનને પણ અસર થશે અને એથી એ લોકોને પણ જીવનું જોખમ જણાઈ રહ્યું છે.

કાકલ બિલ્ડિંગના એક પરિવારનો વસઈમાં ફ્લૅટ છે એથી તેમણે હાલમાં થોડો વખત ત્યાં રહેવાનું વિચાર્યું હતું, પણ ત્યાંની સોસાયટીએ કોરોનાના ભયને લીધે પોતાની સુરક્ષા જોખમાતી હોવાનું લાગતાં તેમને આવવાની મનાઈ કરી હતી.

રણજિત સિંહના પરિવારે ઘટના બાદ કોઈકની ખાલી ઑફિસમાં રાત ગુજારવી પડી હતી.

આ પણ વાંચો : MSRTCનાં મુસાફરોએ નાલાસોપારા સ્ટેશને કર્યા રેલ રોકોનાં દેખાવો, જુઓ વીડિયો

શિવેન્દ્ર પરિહાર જેઓ એ મકાનમાં રહેતા પરિવારના સંબંધી છે તેમણે કહ્યું કે તેમના સંબંધીનું એ મકાનમાં ઘર, ઑફિસ અને દુકાન છે. હાલમાં લૉકડાઉનને કારણે તેમની પાસે કૅશ પણ નથી. સોસાયટી પણ તેમને રાખવાની ના પાડે છે. આવી પરિસ્થિતિને કારણે તેઓ બધા બહુ મૂંઝાઈ ગયા છે. બહુ માથાકૂટ કર્યા બાદ તેમને એક બિલ્ડિંગમાં ફ્લૅટ મળ્યો છે.

બીજા એક રહેવાસી મહેશ કોવુગીએ કહ્યું કે અમે પહેલાં હોટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ એનો નંબર બંધ આવતો હતો. સોસાયટીઓમાં અમને કોઈ લેવા તૈયાર નહોતું. હું અને મારાં માતા-પિતા એક ખાલી ગોડાઉનમાં રહ્યાં હતાં. આમ હાલમાં ભાનુશાલી બિલ્ડિંગને કારણે કાકલ બિલ્ડિંગના રહેવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે.

ભાનુશાલી બિલ્ડિંગના બચી ગયેલા હિસ્સા બાબતે મ્હાડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય વરાડેએ કહ્યું છે કે અમે ભાનુશાલી બિલ્ડિંગનો બચી ગયેલો ભાગ ધીમે-ધીમે અને સુરિક્ષત રીતે તોડી પાડીશું.

south mumbai fort mumbai news mumbai ms hemal ashar