નાલાસોપારામાં ‌બિ‌‌લ્ડિંગ ધસી પડવાની દુર્ઘટનામાં ‌બિલ્ડર સામે ગુનો

12 September, 2020 12:10 PM IST  |  Mumbai | Mumbai Correspondent

નાલાસોપારામાં ‌બિ‌‌લ્ડિંગ ધસી પડવાની દુર્ઘટનામાં ‌બિલ્ડર સામે ગુનો

નાલાસોપારામાં ‌બિ‌‌લ્ડિંગ ધસી પડી

નાલાસોપારા-ઈસ્ટમાં આચોલે રોડ પર આવેલી ૨૫ વર્ષ જૂની ચાર માળની પુન:વિકસિત સાફલ્ય નામની ‌બિ‌લ્ડિંગ ૧ સપ્ટેમ્બરના મોડી રાતે ધસી પડી હોવાની દુર્ઘટના બની હતી. બિ‌લ્ડિંગમાં પાંચ પરિવારના ૨૨ સભ્યો રહેતા હતા પરંતુ દુર્ઘટના બને એ પહેલાં તેઓ બિ‌લ્ડિંગની બહાર આવી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ લોકોનો લાખો રૂ‌પિયાનો સામાન ‌બિ‌‌લ્ડિંગ ધસી પડવાથી એમાં દટાઈ ગયો હતો. ઘરવખરી ગુમાવી બેસતાં લોકો રસ્તા પર આવી ગયા છે. આ મામલે વસઈ-‌વિરાર મહાનગરપા‌લિકાના અ‌સિસ્ટન્ટ ક‌મિશનર પ્રમોદ ચવ્હાણની ફ‌રિયાદ પર તુલીંજ પોલીસે ‌‌‌બિલ્ડર અભય નાઈક પર કલમ ૪૨૦, ૩૨, ૫૩, ૫૪ પ્રમાણે ગુનો નોંધ્યો છે.

વર્ષ ૨૦૦૭માં આ ‌બિ‌લ્ડિંગન‌‌ું ‌રિડેવલપમેન્ટ શ્રી સાંઈ ગણેશ ‌ડેવલપર્સના મા‌લિક અભય નાઈક દ્વારા થયું હતું. જોકે ‌બિ‌લ્ડર પર આરોપ કરાયો છે કે બિ‌લ્ડિંગ બનાવતી વખતે હલકી ગુણવત્તા ધરાવતા સામાનનો ઉપયોગ કરાયો હતો. એથી વર્ષ ૨૦૧૮માં બિ‌લ્ડિંગના અમુક ભાગમાં તિરાડો પડી રહેલી જોવા મળી હતી, જેથી વસઈ-‌વિરાર મહાનગરપા‌લિકા દ્વારા આ બિ‌લ્ડિંગને જોખમી અને રહેવાસીઓને રહેવાલાયક ન હોવાની જાહેર નોટિસ પણ ફટકારાઈ હતી, જેથી લગભગ ૧૫ પરિવારો બીજે ‌શિફ્ટ થઈ ગયા હતા પરંતુ પાંચ પરિવારોના ૨૨ સભ્યો બહાર ભાડાં ભરી શકતા ન હોવાથી તેમના ફ્લૅટમાં પાછા રહેવા આવ્યા હતા. ૧ સપ્ટેમ્બરે બિ‌લ્ડિંગમાંથી ઈંટો અને ‌સિમેન્ટ પડવાનો અવાજ આવતા લોકો સાવચેત થઈને નીચે દોડી આવ્યા હતા.

mumbai mumbai news nalasopara