મુંબઈ : શહેરમાં જોવા મળ્યાં 45 દિવસમાં 274 વિરોધ-પ્રદર્શનો

05 February, 2020 10:55 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈ : શહેરમાં જોવા મળ્યાં 45 દિવસમાં 274 વિરોધ-પ્રદર્શનો

પહેલી ફેબ્રુઆરીએ નાગપાડામાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓ.

શહેરમાં માત્ર ૪૫ દિવસમાં ૨૭૪ વિરોધ-પ્રદર્શનો થયાં હોવાનું આ પ્રથમ વખત બન્યું છે. આ પ્રદર્શનો સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ (સીએએ)ની તરફેણમાં તથા એના વિરોધમાં થયાં હતાં અને પાંચ લાખ કરતાં પણ વધુ લોકોએ શહેરભરમાં જુદાં-જુદાં સ્થળોએ થયેલાં વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. મુંબઈ પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર સીએએની વિરુદ્ધમાં ૨૩૩ દેખાવો અને એની તરફેણમાં ૪૧ દેખાવો થયા હતા.

નિવૃત્ત આઇપીએસ અધિકારી પી.કે. જૈને જણાવ્યું હતું કે શહેરમાં આટલા લાંબા સમય સુધી સતત વિરોધ-પ્રદર્શનો થયાં હોવાનો આ પ્રથમ બનાવ છે. તેમણે જણાવ્યું હતું કે ‘મેં મારા કાર્યકાળ દરમિયાન સંખ્યાબંધ વિરોધ-પ્રદર્શનો થતાં જોયાં છે, પરંતુ આ વખતે લોકો સતત રોજેરોજ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે અને કાયદા વિરુદ્ધ તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જેઓ કાયદાની જ તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યા છે.’

સમગ્ર મુંબઈમાં પોલીસની સત્તાવાર પરવાનગી વિના હાથ ધરાયેલા દેખાવોમાં અત્યાર સુધીમાં પોલીસે હજારો લોકો વિરુદ્ધ ૧૫ એફઆઇઆર નોંધ્યો છે. એ એફઆઇઆરના આધારે એક પણ ધરપકડ કરવામાં આવી નથી.

marine drive mumbai news citizenship amendment act 2019 mumbai faizan khan