થર્ટીફર્સ્ટ નાઇટ માટે મુંબઈ ફાયર-બ્રિગેડે માર્ગદર્શિકા જાહેર કરી

31 December, 2025 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પાર્ટી કરતી વખતે આટલું ધ્યાન રાખજો

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મુંબઈ ફાયર-બ્રિગેડે ઇવેન્ટ-મૅનેજર્સ અને રેસ્ટોરાંના માલિકો તથા નાગરિકો માટે ઍડ્વાઇઝરી જાહેર કરી છે.
 અલાર્મ, અગ્નિશામક, સ્પ્રિંકલર્સ અને રાઇઝર જેવાં ફાયર-સેફટી ઇક્વિપમેન્ટ કાર્યરત હોવાની ખાતરી કરો.
 ઇમર્જન્સી એક્ઝિટમાં કોઈ અવરોધ ન હોય એ રીતે દરવાજા ખુલ્લા રાખો.
 એક્ઝિટ માટેની દિશા સૂચવતાં સાઇનબોર્ડ સ્પષ્ટ દેખાય એ રીતે લગાવવાં.
 ગૅસ-કનેક્શન અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સની યોગ્ય ચકાસણી કરવી.
 વધારાના લિ​ક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરોનો સંગ્રહ કરવાનું ટાળો.
 પરવાનગી કરતાં વધુ ભીડ જમા ન થાય એ વાતનું ધ્યાન રાખો. 
 ફટાકડા, ફાયર-ગેમ્સ, ધૂમ્રપાન અને હુક્કા પર સખત પ્રતિબંધ.
 સુશોભન માટે પણ અગ્નિશામક મટીરિયલનો ઉપયોગ કરો અને જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ ટાળો.
 નાગરિકોએ વધુ ભીડ જમા ન થાય એનું ધ્યાન રાખીને જ્યાં ફાયર-સેફટી નૉર્મ્સનું પાલન થતું હોય એવી જગ્યાએ જવાનો આગ્રહ રાખવો તેમ જ કોઈ બનાવ બને ત્યારે ઇમર્જન્સીમાં ક્યાંથી બહાર નીકળવું એ જાણી લેવું.

mumbai news mumbai new year festivals mumbai police brihanmumbai municipal corporation mumbai fire brigade