મુંબઈ: બોરીવલી શૉપિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 14 ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

11 July, 2020 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ: બોરીવલી શૉપિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 14 ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

બોરીવલી શૉપિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ

મુંબઈ સ્થિત બોરીવલી વેસ્ટમાં એક શોપિંગ સેન્ટરમાં શનિવારે એટલે આજે ભયંકર આગ લાગી ગઈ છે. આ પછી ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કોશિશ શરૂ કરી હતી. મુંબઈના બોરીવલી વેસ્ટમાં એક શોપિંગ સેન્ટરમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. 14 ફાયરબ્રિગેડની ગાડી અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.

આ અંગે હાજર ફાયર ઓફિસર પ્રભાત રાહંગડાલેએ જણાવ્યું કે આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી છે. અમે આગને રોકવા માટે એક રોબો ગોઠવી દીધો છે. આગને કાબૂમાં લાવવા માટે 14 ફાયરબ્રિગેડની ગાડી અને 13 જમ્બો ટેન્કરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કૉમ્પ્લેક્સના સુરક્ષા પ્રભારીએ એવો દાવો કર્યો છે કે શૉપિંગ કૉમ્પ્લેક્સની એક દુકાનમાં શૉર્ટ-સર્કિટના લીધે આગ લાગી હતી.

શોપિંગ સેન્ટરમાં સિક્યુરિટી ઇન્ચાર્જ વિજયે જણાવ્યું કે - 'આગ સવારે 2:55 વાગ્યે શરૂ થઈ. ગાર્ડે મને કહ્યું અને અમે તરત ફાયર વિભાગને ફોન કર્યો. કૉમ્પ્લેક્સની અંદર 77 દુકાન છે અને તમામ દુકાનમાં મોબાઇલ ફોનનું વેંચાણ થાય છે અને રિપેર થાય છે. ગત મહિને દક્ષિણ મુંબઈના નરીમન પોઇન્ટ વિસ્તારમાં બેન્ક ઑફ બહિરીન અને કુવૈતની એક ઑફિસમાં આગ લાગી હતી. અન્ય એક ઘટનામાં, ગત મહિને ક્રૉફોર્ડ માર્કેટમાં કેટલીક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

mumbai mumbai news borivali