થાણેમાં લાકડાંની ફૅક્ટરીમાં આગ: કોઈ જાનહાનિ નહીં

02 March, 2021 08:22 AM IST  |  Thane | Agency

થાણેમાં લાકડાંની ફૅક્ટરીમાં આગ: કોઈ જાનહાનિ નહીં

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લામાં એક લાકડાંની ફૅક્ટરીમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ભિવંડી શહેર નજીક ગોવે ગામમાં આવેલી આ ફૅક્ટરીમાં બપોરે બે વાગ્યે આગ લાગી હતી, જે આખી ફૅક્ટરીમાં ફેલાઈ ગઈ હતી, એમ થાણે પોલીસ કન્ટ્રોલ-રૂમના અધિકારીએ જણાવ્યું હતું.

કલ્યાણ-ડોમ્બિવલી અને ભિવંડી-નિઝામપુર પાલિકાનાં ચાર અગ્નિશામક એન્જિન ઘટનાસ્થળ પર દોડી ગયાં હતાં. આગને કાબૂમાં લાવતાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, એમ આ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.

thane crime mumbai mumbai news