માર્કેટમાં મળતા કેરીના રસથી સાવધાન!

19 May, 2019 10:17 AM IST  |  મુંબઈ

માર્કેટમાં મળતા કેરીના રસથી સાવધાન!

Image Courtesy : Yout tube

 મુલુંડ (વેસ્ટ)ના રાજા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈ કાલે ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ કેરીના રસની એક ફૅક્ટરી પર દરોડો પાડીને હલકી ગુણવત્તાનો મનાતો ૮,૮૭,૦૦૦ રૂપિયાનો ૩૪૨૫ કિલો કેરીનો રસ અને રસમાં ભેળવાતાં રસાયણ જપ્ત કયાર઼્ હતાં. આ ફૅક્ટરી એફડીએના લાઇસન્સ વિના ચાલતી હોવાનું ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનના અસિસ્ટન્ટ કમિશનર શૈલેશ આઢાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું.

શૈલેશ આઢાવે દરોડાની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘એફડીએના અધિકારીઓએ શુક્રવારે ૧૦ મેએ મુલુંડના રાજા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સંજય મહેતાની માલિકીના વિજય સ્ટોર્સ નામની કેરીના રસની દુકાન અને સાથેની ફૅક્ટરી પર દરોડો પાડીને તેમનું ફૅક્ટરી ચલાવવાનું લાઇસન્સ માગ્યું હતું, પરંતુ ફ્ૅક્ટરી-મૅનેજરે લાઇસન્સ આપવાનો ઇનકાર કયોર્ હતો. સંજય મહેતા તેમની ફૅક્ટરીમાં લાઇસન્સ વિના કેરીનો રસ તથા અન્ય ફૂડ પ્રોડક્ટ્સ બનાવતા અને વેચતા હતા. વિજય સ્ર્ટોસની પ્રોડક્ટ્સ અનહાઇજિનિક હોવાની ફરિયાદના આધારે દરોડો પાડીને અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તેમની ફૅક્ટરીમાંથી મૅન્ગો જૂસ, ફૂડ-કલર અને બુરુ ખાંડનાં સૅમ્પલ લઈને કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો ૮.૮૭ લાખ રૂપિયાનો માલ જપ્ત કયોર્ હતો. ફૅક્ટરીમાંથી જપ્ત કરેલાં સૅમ્પલ અમે ટેસ્ટિંગ માટે લૅબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.’

આ પણ વાંચોઃ મુંબઈઃરિક્ષામાં ભુલાયેલા ઘરેણાં ઉલ્હાસનગર પોલીસે પાછાં મેળવી આપ્યાં

જો તેમને ત્યાંથી એકઠાં કરેલાં સૅમ્પલ્સમાં નબળી ગુણવત્તા જણાશે કે એમાં રસાયણની ભેળસેળ થયાની સાબિતી મળશે અને તો તેમને પાંચ લાખ રૂપિયાનો દંડ અને કેદની સજા થવાની શક્યતા છે.

mumbai news mulund