મુંબઈ : પાંજરું મુકાયાના બે દિવસ બાદ પણ વાંદરા પકડમાં નથી આવતા

06 December, 2020 12:13 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : પાંજરું મુકાયાના બે દિવસ બાદ પણ વાંદરા પકડમાં નથી આવતા

દહિસરની સોસાયટીની અગાસી પર વાંદરાઓને પકડવા માટે ટેરેસ પર પાંજરું કુમાયું છે.

દહિસર-ઈસ્ટના આનંદનગરમાં આવેલી વિશ્વકર્માનગર સોસાયટીમાં દસ દિવસથી ચાર વાંદરાઓના આતંકથી રહેવાસીઓને ભારે પરેશાની થઈ રહી છે. જોકે રહેવાસીઓએ આ બાબતે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને નગરસેવકને ફરિયાદ કરતાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે બુધવારે આવીને સોસાયટીની મુલાકાત કરી હતી અને ચાર વાંદરાઓને પકડવા માટે સોસાયટીની ટેરેસ પર પાંજરું મૂકવામાં આવ્યું છે જેથી વાંદરાઓ પકડાઈ જાય અને રહેવાસીઓની સમસ્યાનો અંત આવે.

સોસાયટીના ચૅરમૅન પ્રમોદ બ્રિદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાંદરાઓના આતંકથી બધા પરેશાન થઈ ગયા છે. અમે રજૂઆત કરતાં જોકે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે બુધવારે અમારી સોસાયટીની મુલાકાત લીધી હતી અને સાંજે ચાર વાગ્યે ટેરેસ પર વાંદરાઓને પકડવા માટે પાંજરું મૂકયું હતું. તેમણે બધાને વિન્ડો બંધ રાખવાનું કહ્યું છે, પરંતુ બારીઓ આખો દિવસ બંધ રાખવાથી ગભરામણ થાય છે. દોઢ દિવસ વીતી ગયો હોવા છતાં એકેય વાંદરો પાંજરામાં કેદ થયો નથી. વહેલી તકે વાંદરાઓ પકડાઈ જાય તો અમારી સમસ્યા ઉકેલાય.

dahisar mumbai news mumbai