મુંબઈ : FYJC ઍડ‍્‌મિશનના કન્ફ્યુઝનનો અંત

26 October, 2020 08:07 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : FYJC ઍડ‍્‌મિશનના કન્ફ્યુઝનનો અંત

ફાઈલ તસવીર

અગિયારમા ધોરણ એટલેકે ફર્સ્ટ યર જુનિયર કૉલેજ(એફવાયજેસી)માં પ્રવેશ માટે કઈંક હિલચાલની પ્રતિક્ષા કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આશાના કિરણ સમાન સ્થિતિ સર્જાઈ છે. સર્વોચ્ચ અદાલતે મરાઠા આરક્ષણ રોકવાનો આદેશ આપ્યો એ પહેલાં ઍડમિશન પ્રોસેસનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો હતો. તેથી સરકારે સીટના આંકડાની જોગવાઈ અનુસાર આ અઠવાડિયે એડમિશન પ્રોસેસ આગળ વધારવાને ઇરાદે કાર્યવાહી શરૂ કરી છે.

મરાઠા આરક્ષણને કારણે ફેલાયેલી ગૂંચવણને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો આ અઠવાડિયે નિકાલ આવવાની શક્યતા રાજ્યનાં શાળા શિક્ષણ ખાતાનાં પ્રધાન વર્ષા ગાયકવાડે દર્શાવી હતી. આવતા બુધવારે રાજ્યના પ્રધાન મંડળની બેઠક બાદ ઍડમિશન પ્રોસેસ બાબતે પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અને માર્ગ મોકળો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. પ્રધાન મંડળની બેઠકમાં એ બાબતે ઠરાવ પસાર કરવામાં આવે એવી શક્યતા છે.

એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ શું કહે છે?

ઍડમિશન પ્રોસેસનો એક રાઉન્ડ પૂરો થયો છે અને એ રાઉન્ડ મરાઠા આરક્ષણને ધ્યાનમાં રાખીને બેઠકોના આંકડા-સીટ મેટ્રિક્સનું માળખું રચાયું હતું. ઍડમિશન પ્રોસેસનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે. એ સંજોગોમાં મરાઠા આરક્ષણ બાબતે સર્વોચ્ચ અદાલતના આદેશના અનુસંધાનમાં પહેલા રાઉન્ડનું સીટ મેટ્રિક્સ યથાવત રાખી શકાય કે નહીં એ મુદ્દે અમે ઍડવોકેટ જનરલ પાસે કાનૂની માર્ગદર્શન માગ્યું છે. બુધવાર સુધીમાં ઍડવોકેટ જનરલનો અભિપ્રાય પણ પ્રાપ્ત થવાનો સંભવ છે. તેથી કૅબિનેટ મીટિંગમાં આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે.

maharashtra supreme court mumbai news mumbai