સિવરેજની લાઇન હવે મશીન પાસે સાફ કરાવશે બીએમસી

22 February, 2020 07:54 AM IST  |  Mumbai

સિવરેજની લાઇન હવે મશીન પાસે સાફ કરાવશે બીએમસી

ગટરના મેનહોલની સફાઈમાં માનવીય દખલ ન હોય એ માટે બીએમસી ૨૫૪ કરોડ રૂપિયાના ખર્ચે મશીન મેળવશે, જે સિવરેજની લાઇન સાફ કરશે. બીએમસી કુલ ૨૪ કૉમ્પેક્ટ પાઇપ સિવર ક્લીનિંગ મશીન ખરીદશે જે બીએમસીના દરેક વૉર્ડમાં આપવામાં આવશે. આ મશીન સિવરેજની સફાઈ કરશે, જે સાંકડા રસ્તામાં ઘણી વખત મુશ્કેલભર્યું બની રહે છે.

આ મશીનો સિવરેજ સાફ કરવા ઉપરાંત કચરાને પણ રીસાઇકલ કરશે. આ ઉપરાંત રીસાઇકલ પછી રહેલું પાણી જેટ મશીન દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. પરિણામે મેનહોલની સફાઈનું કામ પૂર્ણત: મશીનની મદદ વડે થશે. બીએમસી ૧૯૦.૯૪ કરોડ રૂપિયાના ખર્ચે ૯ મશીનો અને ૬૩.૬૫ કરોડ રૂપિયાના ખર્ચે વધુ ૬ મશીનો મેળવશે તથા શહેરના તમામ ૨૪ વૉર્ડને એક-એક મશીન આપવામાં આવશે.

આ સંબંધી દરખાસ્ત બીએમસીની સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ મશીન ૩૦૦ મિલીમીટરના ડાયામીટરની સિવર પાઇપને સાફ કરવાના ઉપયોગમાં લેવામાં આવશે તથા એક વખતમાં ૧૨૨૮ કિલોમીટર લાંબી સિવરેજ પાઇપની સફાઈ કરી શકાશે. ગટર અને મેનહોલની સફાઈ કરનારા કામદારો સાથે અકસ્માત થયા બાદ સિવરેજ ઑપરેશન વિભાગે મશીન વડે સફાઈ કરવાની માગણી કરી હતી.

આ પણ વાંચો : ક્રિમિનલોને ઓળખી કાઢે એવા 500 સીસીટીવી કૅમેરા બેસાડશે વેસ્ટર્ન રેલવે

બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે અમે મેકૅનિકલ સફાઈ પર આગ્રહ કરી રહ્યા છીએ ત્યારે અમારે અમારા કર્મચારીઓને યાંત્રિક સંસાધનો પૂરાં પાડવાં પડશે એથી જ આ મશીનો ટૂંક સમયમાં બીએમસીનાં દરેક વૉર્ડમાં કાર્યરત થશે અને એક વાર મશીન મળ્યા બાદ શહેરમાં સિવરેજની સફાઈ મશીનોની મદદથી જ કરવામાં આવશે.

brihanmumbai municipal corporation chetna yerunkar mumbai news