કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

01 September, 2020 06:54 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

ગણપતિ વિર્સજન

મુંબઈમાં રહેતા ગુજરાતી પરિવારો આ વર્ષે ડિજિટલ ગણપતિ-વિસર્જનની તૈયારીઓ કરી રહ્યા છે. બેથી ત્રણ પરિવારો દર વર્ષે એક સંબંધીને ત્યાં એકઠા થઈને વિસર્જન કરતા હતા, તેઓ આ વખતે માત્ર ઑનલાઇન ગણપતિબાપ્પાનાં દર્શન કરી સંબંધીના ઘરે જશે નહીં. કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટ‌‌‌‌ન્સિંગ અને ટ્રાન્સપોર્ટન‌ી સુવિધા ઓછી હોવાથી આ પ્રકારનો આઇડિયા શહેરના બોરીવલી અને અંધેરી વિસ્તારમાં રહેતા શાહપરિવારે સૂચવ્યો છે.

શાહપરિવારના મંગેશભાઈએ જણાવ્યું કે ‘હું અને મારાં મમ્મી-પપ્પા કાંદિવલીમાં આવેલા ઠાકુર વિલેજમાં રહીએ છીએ. મારા મુલંડમાં રહેતા કાકાના ઘરે દર વર્ષે ગણપતિ બેસાડાય છે. આ વર્ષે લોકલ ટ્રેન બંધ હોવાથી અમે નક્કી કર્યું છે કે ઑનલાઇન જ વિસર્જનનો લાભ ‌‌‌‌‌લઈશું.’

આવો જ આઇડિયા અંધેરીમાં રહેતા વ્યાસપરિવારે પણ કર્યો છે. તેમનાં સગાંસંબંધીઓને ત્યાં ગણપતિ બેસાડાય છે. તેઓ દહિસરમાં રહે છે. વ્યાસપરિવારનાં સભ્ય માલતી વ્યાસે જણાવ્યું હતું કે ‘અમે મારાં જેઠ-જેઠાણીના ઘરે દર વર્ષે વિસર્જનની પૂજા માટે જઈએ છીએ. ત્યાંથી અક્સા બીચ પર ગણેશ-વિસર્જન માટે જઈએ છીએ. આ વર્ષે અમે વિડિયો-કૉલિંગના માધ્યમથી જ ગણેશદર્શન કરીશું.’

ganpati mumbai mumbai news ganesh chaturthi