Mumbai: માદક પદાર્થ તસ્કરોએ વ્યક્તિ પર કર્યો હુમલો, બેની ધરપકડ

07 December, 2021 08:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીડિત નીલેશ કોંધલકરે સોમવારે વીબી નગર પોલીસ સ્ટેશન સંબંઘે કૉન્સ્ટેબલ સહિત ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

કુર્લામાં માદક પદાર્થના તસ્કરોના એક સમૂહો વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી 35 વર્ષના એક વ્યક્તિ પર આ લોકોએ કહેવાતી રીતે હુમલો કર્યો છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી. 

એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કુર્લા પાીપ રોડ પર સોમવારે મોડી રાતે થઈ હતી. તેમણે જણાવ્યું કે પીડિત નીલેશ કોંધલકરે સોમવારે વીબી નગર પોલીસ સ્ટેશન સંબંઘે કૉન્સ્ટેબલ સહિત ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અધિકારીએ જણાવ્યું કે ગ્રુપને જ્યારે પોલીસમાં ફરિયાદ વિશે ખબર પડી તો છ સભ્યો પીડિતના ઘરે પહોંચ્યા અને તલવારથી તેના પર હુમલો કરી દીધો. તેમણે જણાવ્યું કે કોંધલકર હુમલાખોરોથી બચીને ભાગી ગયો અને પોતાના પાડોશીઓ પાસેથી મદદ માગી. ત્યાર બાદ પોલીસને સૂચના આપવામાં આવી.

અધિકારીએ જણાવ્યું કે હત્યાના પ્રયત્ન અને ભારતીય દંડ સંહિતાના અન્ય ધારા હેઠળ કેસ નોંધી બે જણની ધરપકડ કરવામાં આવી છે.

Mumbai mumbai news kurla Crime News mumbai crime news