Mumbai DRIએ નષ્ટ કર્યા રૂપિયા 1500 કરોડની કિંમતના માદક પદાર્થો

26 May, 2023 07:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કસ્ટમ ડિપાર્ટમેન્ટે (Customs Department) એક ભસ્મીકરણ સંયંત્રમાં 350 કિલોગ્રામ માદક પદાર્થ (Drugs) નષ્ટ કર્યા. આની કિંમત 1500 કરોડ રૂપિયા કહેવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.

પ્રતીકાત્મક તસવીર

કસ્ટમ ડિપાર્ટમેન્ટે (Customs Department) એક ભસ્મીકરણ સંયંત્રમાં 350 કિલોગ્રામ માદક પદાર્થ (Drugs) નષ્ટ કર્યા. આની કિંમત 1500 કરોડ રૂપિયા કહેવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ કસ્ટમ ઝૉન-3એ નવી મુંબઈ (Navi Mumbai)ના તળોજામાં `મુંબઈ (Mumbai) અપશિષ્ટ પ્રબંધન લિમિટેડ`માં માદક પદાર્થ નષ્ટ કરી દીધા છે.

આ દરમિયાન ત્યાં ઉચ્ચ સ્તરીય માદક પદાર્થ નિસ્તારણ સમિતિ હાજર હતી. ઉપાયુક્ત (સીમાશુલ્ક) ડૉ. શ્રીધર ધૂમલે કહ્યું કે નષ્ટ કરવામાં આવેલા માદક પદાર્થોમાં નવ કિલોગ્રામ કોકેઈન અને 198 કિલોગ્રામ મેથામફેટેમાઈન સામેલ હતું અને આ માદક પદાર્થ નવી મુંબઈના વાશીમાં (Vashi) ઑક્ટોબર 2022માં ફળોના એક કન્સાઈન્મેન્ટ દ્વારા રાજસ્વ સીક્રેટ નિદેશાલયે જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો : બાપરે! શિક્ષકે મોબાઈલ છીનવ્યો એમાં તો 14 વર્ષની છોકરીએ સળગાવી સ્કૂલ, જાણો વિગત

તેમણે જણાવ્યું કે આ કોકેઈન તેમ જ મેથામફેટેમાઈનની સૌથી મોટી જપ્તિઓમાંની એક છે અને ગેરકાયદેસર માદક પદાર્થ માર્કેટમાં આની કિંમત 1,476 કરોડ રૂપિયા જેટલી છે. ધૂમલે કહ્યું કે આ સિવાય મુંબઈ અને આસપાસના વિભિન્ન વિસ્તારોમાંથી 32.9 કિલો ગાંજો, 81.91 કિલોગ્રામ મેન્ડ્રેક્સ તેમજ એમડીએમએની 298 ગોળીઓ વગેરે જપ્ત કરવામાં આવી હતી, જેને પણ નષ્ટ કરી દેવામાં આવી.

Mumbai mumbai news navi mumbai vashi Crime News