મુંબઈ: બેસ્ટ બસોમાં સ્વીકારાશે ડિજિટલ પેમેન્ટ

03 July, 2020 07:01 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: બેસ્ટ બસોમાં સ્વીકારાશે ડિજિટલ પેમેન્ટ

કોવિડ-19ની સ્થિતિમાં સંપર્ક ટાળવા માટે પ્રવાસને કૅશલેસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તસવીર: સતેજ શિંદે

ટ્રાન્સપોર્ટના નિષ્ણાતોએ યુપીઆઇ ઑનલાઇન ચુકવણી યોજનાઓ સાથે ડિજિટલ થવાના બેસ્ટ અન્ડરટેકિંગના નિર્ણય પ્રત્યે ખુશી વ્યક્ત કરતાં પ્રયોગમાં સુધારો લાવવા માટે વધુ પદ્ધતિ સૂચવી છે.

ડિજિટલ ભારત માટે આ એક સરસ પગલું છે અને જો એને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો પ્રવાસીઓ અને બેસ્ટના કર્મચારીઓ માટે મોટી રાહત પુરવાર થશે. ડિજિટલ ટિકિટની પ્રક્રિયા સામાન્ય ટિકિટ આપવાની તુલનામાં ઝડપી અને મુશ્કેલી વિનાની હોવી જોઈએ. આ ઉપરાંત બેસ્ટે તો ટોલને બદલે કે પછી કન્ડક્ટર પાસે ફેર-ચાર્ટને બદલે એક મોબાઇલ ઍપના માધ્યમથી પ્રવાસીઓને ફેર-ચાર્ટ ઉપલબ્ધ કરાવવો જોઈએ. આ રીતે મુસાફરો ભાડાની જાતે તપાસ કરી શકે છે અને કંડક્ટર પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે અને આને પરિણામે દરેક માટે આખો અનુભવ ઝડપી બને છે. પ્રવાસીઓ માટે બસ સર્ચ ઍપ્લિકેશન ‘મુંબઇ ફૉર મોબાઇલ’ વિકસિત કરનાર રક્ષિત શેઠે જણાવ્યું હતું. અર્બન પ્લાનર અને ટ્રાન્સપોર્ટેશન કન્સલ્ટન્ટ વિવેક પાયે કહ્યું હતું કે ‘હું બેસ્ટના આ પગલાનું સ્વાગત કરું છું. જોકે સરકારી સંસ્થા હોવાથી ભિમ યુપીઆઇ અને સ્વદેશી ઍપ્સનો ઉપયોગ કરવો આદર્શ રહેશે.’

જોકે કૅશલેસ ચુકવણી તરફ આ એક આવકારદાયક પગલું હોવા છતાં એને અપનાવવાની પ્રક્રિયા અણઘડ અને સમય માગી લેતી લાગે છે. સિટી ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ અજિત વી. શેનોયે જણાવ્યું કે ‘પ્રી-પેઇડ કાર્ડ રાખવું વધુ સારું છે જે તમે એન્ટ્રી અને એક્ઝિટ દરમ્યાન કૉન્ટૅક્ટલેસ કાર્ડરીડર પર બતાવી શકો છો. તમારે ડેપો અથવા કન્ડક્ટર પાસેથી કાર્ડ ખરીદી શકો છો અને કાર્ડને રીચાર્જ કરવાની સત્તા કન્ડક્ટરને હોવી જોઈએ.

mumbai mumbai news rajendra aklekar brihanmumbai electricity supply and transport lockdown coronavirus covid19