મુંબઈ: દીકરીની કંકોતરીમાં ઊમટ્યાં લાગણીનાં પૂર

30 January, 2020 09:53 AM IST  |  Mumbai | Mayur Parikh

મુંબઈ: દીકરીની કંકોતરીમાં ઊમટ્યાં લાગણીનાં પૂર

કંકોતરી

કંકોતરી કેટલાં પાનાંની કે કેટલા શબ્દોની હોય? સામાન્ય રીતે કંકોતરી એટલે માત્ર લગ્નનું આમંત્રણ, જેમાં પારિવારિક પરિચય, લગ્નસંબંધની માહિતી અને સ્થળ વગેરે વિષય હોય; પરંતુ જો કોઈ માતા-પિતા પોતાની પુત્રીના લગ્નપ્રસંગને શબ્દોમાં ઢાળવા જતાં કોઈ ઊણપ ન રહી જાય એટલે ડઝનબંધ કવિઓ અને લેખકોની મદદ લે એવું તમે કદી સાંભળ્યું છે ખરું?

જાણીતા લેખક મિહિર ભુતા અને સામાજિક તથા રાજનૈતિક કાર્યકર માધવી ભુતાની સુપુત્રીના વિવાહની કંકોતરીમાં લાગણીની કોઈ કચાશ નથી રહી. ૬૦ પાનાંની કંકોતરીમાં માત્ર એક પાનું આમંત્રણની વિગત સંદર્ભનું છે, જ્યારે અન્ય તમામ પાનાંઓ પર કવિઓ અને લેખકોના દીકરી સંદર્ભના તમામ લાગણીભર્યા શબ્દો વાંચવા મળે છે. આ કંકોતરીના મુખપૃષ્ઠ પર મિહિર ભૂતાએ પોતાના હાથે બનાવેલું દીકરી નિરિહાનું સ્કેચ મૂક્યું છે.

‘કંકોતરી આવી શા માટે છાપી?’ એનો ઉત્તર આપતાં મિહિર ભુતા કહે છે, ‘દીકરીને વિદાય આપતાં પહેલાં લાગણીમાં ક્યાંક ને ક્યાંક શબ્દોની કચાશ રહેતી હોય એવું લાગ્યું. બસ, આ કચાશ પૂરી કરવા માટે કવિઓ પાસે જેટલા શબ્દો ઉપલબ્ધ હતા એ તમામ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા.

આ પણ વાંચો : મહાનગરપાલિકાના બજેટમાં કોસ્ટલ રોડ માટે પચીસ અબજ ફાળવાશે?

નિરિહા અને પૂજકનાં લગ્ન બાદ પણ આ કંકોતરી ઘણાખરા આમંત્રિતોની લાઇબ્રેરીમાં સ્થાન પામશે એમાં શંકા નથી અને એની સાથે જ દીકરી સંદર્ભનું ઉત્કૃષ્ટ સાહિત્ય લોકોના ઘરમાં હંમેશ રહેશે.

mumbai news mumbai