લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ‘હવે લાંબો સમય રાહ નહીં જોવી પડે’

21 October, 2020 08:44 PM IST  |  Mumbai | PTI

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ‘હવે લાંબો સમય રાહ નહીં જોવી પડે’

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે બુધવારે કહ્યું કે, મુંબઈની લોકલ ટ્રેનમાં દરેક પ્રવાસીને છૂટ આપવાનો નિર્ણય બેથી ત્રણ દિવસમાં લેવાઈ શકે છે.

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં હાલમાં ફક્ત અત્યાવશ્યક સર્વિસીસમાં કામ કરનાર કર્મચારીઓ અને મહિલા પ્રવાસીઓને જ પ્રવાસ કરવાની છૂટ છે.

વડેટ્ટીવારે આ મુદ્દે અધિકારીઓ સાથે બુધવારે મીટિંગ કરી હતી, જેમાં રેલવેના પ્રતિનિધિઓ પણ હાજર હતા. એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ‘હવે લાંબો સમય રાહ નહીં જોવી પડે’.

તેમણે ઉમેર્યું કે, આ બાબતે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. મુંબઈકરે હવે લાંબો સમય રાહ નહી જોવી પડે. બે ત્રણ દિવસમાં અંતિમ નિર્ણય લેવાશે. અમે સંસ્થાનોને વિશ્વાસમાં લઈ રહ્યા છીએ. 

mumbai local train mumbai