મુંબઈ: બીકેસી ડાયમન્ડ માર્કેટનું કસ્ટમ્સ આજથી શરૂ થશે

04 May, 2020 09:59 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: બીકેસી ડાયમન્ડ માર્કેટનું કસ્ટમ્સ આજથી શરૂ થશે

ડાયમંડ

બાંદરાના બીકેસીમાં આવેલા મુંબઈના ડાયમન્ડ બજાર ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)માં આવેલા કસ્ટમ્સને આજે સોમવારે ૪ મેથી ખુલ્લું કરતાં હીરાના એક્સપોર્ટર્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ઑફિસ ઑફ ધ ડેપ્યુટી કમિશનર ઑફ કસ્ટમ્સે બીડીબીમાં આવેલા પ્રેશિયસ કાર્ગો કસ્ટમ્સ ક્લિયરન્સ સેન્ટર ઑપરેશનલ રહેશે એમ જણાવ્યું હતું. કસ્ટોડિયન, એક્સપોર્ટર કસ્ટમ્સ ક્લિયરિંગ એજન્ટ વગેરે પૂરતું સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખીને બધો વ્યવહાર કરવાનો રહેશે, જેથી કસ્ટમ્સના સ્ટાફની પણ સુરક્ષા જળવાઈ રહે. આ કસ્ટમ્સ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન કાર્યરત રહેશે.

જોકે ઑફિસ ઑફ ધ ડેપ્યુટી કમિશનર ઑફ કસ્ટમ્સે બહાર પાડેલા એ સર્ક્યુલરમાં કહ્યું છે કે કસ્ટમ્સ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ આમાં નહીં થાય. બીડીબીમાં બધે જ 24X7 સીસીટીવી કૅમેરા લાગેલા છે એથી કોઈ વેપારી અન્ય પ્રવૃત્તિ ન કરે કે છૂટછાટ ન લે.

કસ્ટમ્સના આ પગલાને કારણે વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. એક વેપારીએ કહ્યું હતું કે અહીં કોરોનાને કારણે લૉકડાઉન લંબાઈ રહ્યું છે હજી કેટલું લંબાશે એ કહી ન શકાય. અનેક પાર્ટીઓ છે જેમની પાસે ઇન્વેન્ટરી (માલ)નો ભરાવો છે. એ જો તેમના હૉન્ગકૉન્ગની પાર્ટી (ગ્રાહક) કે પછી પોતાની જ કંપનીની બ્રાંચ કે પાર્ટનરને મોકલાવી દે તો ઍટ લીસ્ટ ત્યાંથી તો માલ વેચાશે અને લિક્વિડિટીને મોમેન્ટમ મળશે. થોડોઘણો ધંધો થશે. વળી એ માટે વેપારીએ એક-બે વાર જઈને દસ્તાવેજો તૈયાર કરીને કસ્ટમ્સમાં આપી દેવાના રહેશે અને એ માટે કોઇ ગિરીદી થાય એમ નથી. લોકલ ધંધો તો બંધ જ છે એથી પણ ગિરદી થવાની શક્યતા નથી.

mumbai mumbai news bandra