મુંબઇ: CST ફૂટઓવર બ્રિજ પડ્યો, 6 લોકોના મોત, 31 લોકો ઘાયલ

15 March, 2019 08:13 AM IST  |  મુંબઈ

મુંબઇ: CST ફૂટઓવર બ્રિજ પડ્યો, 6 લોકોના મોત, 31 લોકો ઘાયલ

20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની શક્યતા

મુંબઈ મેગા શહેરમાં સીએસટી રેલ્વે સ્ટેશન પાસે ગુરૂવારે સાંજના સમયે ફુટ ઓવર બ્રિજ પડી જવાની ઘટના સામે આવી છે. જોકે મળતી માહિતી પ્રમાણે રેલ્વે સ્ટેશનને જોડતો આ ફુટ ઓવર બ્રિજ છે. મુંબઇ પોલીસે આપેલી માહિતી પ્રમાણે ફુટ બ્રિજ પડતા  કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. તો 31થી વધુ ઘાયલ થવાના સમાચાર આવી રહ્યા છે.

તસવીર સૌજન્યઃસમીર માર્કંડે

આ દુર્ઘટનામાં ફુટ ઓવર બ્રિજ પડી જવાથી 31 લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો આ બ્રિજની નીચે દબાઇ જવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે હજુ સુધી  8 થી વધુ લોકોને નીકાળી લેવામાં આવ્યા છે. આ બ્રિજ આઝાજ મેદાનને સીએસટી રેલ્વે સ્ટેશનને જોડે છે.

 

જો કે મળતી માહિતી મુજબ ઘટના બાદ મોટી સંખ્યામાં ત્યા હાજર લોકો પહોંચી જતાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પહોંચવામાં તકલીફ પડી હતી. જોકે હાલ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને ઘાટલ લોકોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.


ઘટના સ્થળે મળી રહેલી માહિતી મુજબ 18 થી વધુ લોકો હજુ સુધી કાટમાળમાં ફસાયેલા છે. જેમને કાઢવા માટે NDRF ની ટીમને ઘટના સ્થળ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. મધ્ય રેલવેનાં PRO એ.કે જૈને કહ્યું કે, CSMT સ્ટેશનની બહાર બનેલા ફુટ ઓવર બ્રિજનો એક હિસ્સો તુટી પડ્યો છે. આ ખુબ જ દુર્ભાગ્યપુર્ણ ઘટના છે. જો કે આ રેલવે ફુટઓવર બ્રિજ નથી. આ પબ્લિક ફુટઓવર બ્રિજ છે. આ દુર્ઘટનાથી રેલવે ટ્રાફીક પ્રભાવિત નથી થયો. આ બ્રિજ ખુબ જ જુનો છે.

કાટમાળમાંથી 8 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. હાલ ફાયર અને પોલીસ દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ મળી રહ્યો છે.

mumbai