નકલી આઇ-કાર્ડ સાથે લોકલમાં મુસાફરી કરતી યુવતી ઝડપાઈ

22 August, 2020 11:29 AM IST  |  Mumbai | Agencies

નકલી આઇ-કાર્ડ સાથે લોકલમાં મુસાફરી કરતી યુવતી ઝડપાઈ

મહિલા આ નકલી ક્યૂઆર કોડ અને ટિકિટનો ઉપયોગ કરી રહી હતી

ક્યુઆર કોડ સાથેના નકલી આઇ-કાર્ડનો ઉપયોગ કરીને લોકલ ટ્રેનમાં પ્રવાસ ખેડવા બદલ ૨૧ વર્ષની યુવતીની ધરપકડ કરવામાં આવી હોવાનું ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ શુક્રવારે જણાવ્યું હતું.

નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે રહેતી આ યુવતીની ગુરુવારે વેસ્ટર્ન રેલવેના બોરીવલી સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી.
જીઆરપી અનુસાર દક્ષિણ મુંબઈની મરીન લાઇન્સની એક ઇલેક્ટ્રોનિક શૉપમાં કામ કરતી યુવતી વિરુદ્ધ આઇપીસીની કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી તથા જરૂરી (ઇસેન્શિયલ) સર્વિસના સ્ટાફ સહિત રાષ્ટ્રીયકૃત બૅન્ક તથા એમબીપીટી જેવી કેન્દ્ર સરકારની સંસ્થાઓના કર્મચારીઓને જ સબર્બન ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ અપાઈ છે.

જીઆરપી અનુસાર ટિકિટ ચેકરે બોરીવલી સ્ટેશન પર મહિલાનું આઇ-કાર્ડ ચકાસતાં તે નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. નકલી કાર્ડ રેલવે સિસ્ટમમાં બીએમસી કર્મચારીના નામે નોંધાયેલું હતું. ટિકિટ ચેકરે કોડ સ્કેન કરતાં તે પ્રમાણભૂત ન હોવાનું માલૂમ પડ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news crime branch nalasopara borivali