Mumbai Crime: પત્નીએ બુરખો પહેરવાથી કર્યો ઈન્કાર, પતિએ ગળું કાપી કરી હત્યા

27 September, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રૂપાલીએ ત્રણ વર્ષ પહેલા ઈકબાલ શેખ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ પછી બંને ચેમ્બુર વિસ્તારમાં આવેલા ઈકબાલના ઘરમાં રહેતા હતા. રૂપાલી હિંદુ હોવાથી અને લગ્ન પછી પણ તે મુસ્લિમ રિવાજોનું પાલન કરતી ન હોવાથી ઇકબાલ પોતે અને તેનો પરિવાર તેના પર નારાજ હતો.

પ્રતીકાત્મક તસવીર

બુરખા અને હિજાબને લઈને ઘણા દેશોમાં વધી રહેલા હોબાળા વચ્ચે મુંબઈથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ઇકબાલ મહેમૂદ શેખ નામના વ્યક્તિએ તેની પત્ની રૂપાલીની ગળું કાપીને હત્યા કરી હતી કારણ કે તેણી મુસ્લિમ રિવાજોનું પાલન કરતી ન હતી અને બુરખો પહેરતી ન હતી. રૂપાલીએ ઈકબાલ સાથે આંતર-ધાર્મિક લગ્ન કર્યા હતા, પરંતુ તે ઈકબાલની જબરદસ્તીથી કંટાળી ગઈ હતી અને છૂટાછેડા માંગતી હતી. છૂટાછેડા પહેલા જ આરોપીએ તેની ઘાતકી હત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઇકબાલ શેખે સોમવારે રાત્રે તેની પત્ની રૂપાલીને છરી વડે મારી હુમલો કર્યો હતો. આ ઘટના મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બની હતી. આરોપી ઈકબાલની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે.

 ત્રણ વર્ષ પહેલા મુસ્લિમ યુવક સાથે લગ્ન થયા હતા
કહેવાય છે કે રૂપાલીએ ત્રણ વર્ષ પહેલા ઈકબાલ શેખ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ પછી બંને ચેમ્બુર વિસ્તારમાં આવેલા ઈકબાલના ઘરમાં રહેતા હતા. રૂપાલી હિંદુ હોવાથી અને લગ્ન પછી પણ તે મુસ્લિમ રિવાજોનું પાલન કરતી ન હોવાથી ઇકબાલ પોતે અને તેનો પરિવાર તેના પર નારાજ હતો. ઇકબાલનો પરિવાર રૂપાલી પર બુરખો પહેરવાનું દબાણ કરતો હતો, પરંતુ તે માનતી નહોતી. આ અંગે વિવાદ થયો હતો. આ પછી રૂપાલી અને ઈકબાલ અલગ રહેવા લાગ્યા. દંપતીને એક પુત્ર પણ છે.

આ પણ વાંચો: દેશભરમાં PFIના સ્થળો પર ફરી દરોડા, 247 લોકોની ધરપકડ, દિલ્હીમાં પ્રદર્શન

છ મહિનાથી અલગ રહેવા છતાં બંને ફોન પર વાત કરતા હતા. જો કે, આ સમય દરમિયાન પણ ઈકબાલ તેના પર મુસ્લિમ પરંપરાઓનું પાલન કરવા દબાણ કરતો હતો. રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી. પ્રથમ પત્નીને સંતાન ન હોવાથી તેણે તેને છૂટાછેડા આપી દીધા હતા.

મળવા બોલાવી અને જાહેરમાં માર માર્યો
આરોપી ઈકબાલ શેખે રૂપાલીને સોમવારે સાંજે ચેમ્બુર વિસ્તારમાં પીએલ લોખંડે માર્ગ પર નાગેવાડી ખાતે મળવા બોલાવી હતી. આ દરમિયાન બંને વચ્ચે ફરીથી બુરખા અને અન્ય બાબતોને લઈને બોલાચાલી થઈ હતી. આના પર રૂપાલીએ છૂટાછેડાની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. બોલાચાલી અને તકરાર વધી જતાં ઇકબાલે ખિસ્સામાંથી છરી કાઢી રૂપાલીના ગળા પર ઘા ઝીંકી દીધો હતો અને ભાગી ગયો હતો. રૂપાલીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને હોસ્પિટલ મોકલી આપી હતી. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

mumbai news mumbai crime news chembur