થાણેના ડૉક્ટર સાથે ૩.૮૪ કરોડ રૂપિયાની છેતરપિંડી

12 November, 2024 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં રહેતા ૩૯ વર્ષના ડૉક્ટરને ગઠિયાઓએ સુધરાઈના મેડિકલ ડિવાઇસ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ મળશે અને એમાં સારોએવો પ્રૉફિટ થશે એમ કહી રોકાણ કરવા છેતર્યો હતો. તેમની વાતોમાં આવી જઈ ડૉક્ટરે ડિસેમ્બર ૨૦૨૦થી લઈને આ વર્ષના માર્ચની ૨૭ તારીખ સુધી વિવિધ કારણો હેઠળ‍ એ રકમ તેમને આપી હતી. જ્યારે ડૉક્ટરે એની સામે પોતાનો પ્રૉફિટ માગ્યો ત્યારે એ લોકોએ ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં હતાં અને એ પ્રૉફિટના પૈસા આપવાની વાત તો દૂર, રોકાણ કરેલી મુદ્દલ પણ પાછી આપી નહોતી. લાંબો સમય તેમની સાથે એ માટે પ્રયાસ કર્યા બાદ પણ જ્યારે પૈસા પાછા ન મળ્યા ત્યારે આખરે ડૉક્ટરે એ સંદર્ભે  નૌપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

thane thane crime Crime News mumbai crime news cyber crime mumbai mumbai news mumbai police