મુંબઈ : સુશાંતના નોકર દીપેશે 10 લાખ રૂપિયા વળતર માગ્યું

07 October, 2020 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ : સુશાંતના નોકર દીપેશે 10 લાખ રૂપિયા વળતર માગ્યું

સુશાંત સિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાથી સંબંધિત ડ્રગ્સ-પ્રકરણમાં પકડાયેલા અભિનેતાના નોકર દીપેશ સાવંતે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના વિરોધમાં બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની બે દિવસ પહેલાં જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે એ જાહેર કરવામાં આવ્યું ત્યારે ધરપકડનો દિવસ અન્ય ગણવામાં આવ્યો હતો એથી તરત જામીન આપવામાં આવે તેમ જ ૧૦ લાખ રૂપિયા નુકસાનભરપાઈ આપવામાં આવે.

દીપેશ સાવંત સુશાંતસિંહ રાજપૂતના ઘરે કામ કરતો હતો. આત્મહત્યાની તપાસ દરમ્યાન સુશાંત ડ્રગ્સ સેવન કરતો હતો એવી વાત બહાર આવી હતી. રિયા ચક્રવર્તી એને ડ્રગ્સ આપતી ત્યારે જ ઘરકામ કરતા દીપેશ સાવંતની પણ ડ્રગ્સની ડિલિવરી લેવાના આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર પ્રકરણમાં ૨૦ ઑગસ્ટથી એનસીબી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ૨૮ ઑગસ્ટે પહેલા આરોપીની અટક કરવામાં આવી છે. ત્યાર બાદ ઘણા બધાની ધરપકડ કરવામાં આવી. ૬ સપ્ટેમ્બરના રોજ દીપેશની ધરપકડ કરવામાં આવી હતી. દીપેશને ખરેખર ૪ સપ્ટેમ્બરે જ પકડવામાં આવ્યો હતો એવો દાવો એના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદરાના ઘરમાંથી મળ્યો હતો ત્યારે દીપેશ તેને ત્યાં કામ કરતો હતો. પોલીસે કરેલી તેની પૂછપરછમાં તે રિયા ચક્રવર્તીના કહેવાથી સુશાંતસિંહ માટે ડ્રગ્સ લાવતો હોવાનું જણાઈ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી જ તે એનસીબીની કસ્ટડીમાં છે. હવે તેણે જામીન મેળવવા તેમ જ ૧૦ લાખ રૂપિયાનું વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી છે.

mumbai mumbai news Crime News mumbai crime news sushant singh rajput rhea chakraborty mumbai police