ભિવંડીના ગોદામમાંથી રીસાઇક્લિંગ કરેલાં ગ્લવ્ઝનો જથ્થો પકડાયો

24 August, 2020 10:40 AM IST  |  Mumbai | Anurag kamble

ભિવંડીના ગોદામમાંથી રીસાઇક્લિંગ કરેલાં ગ્લવ્ઝનો જથ્થો પકડાયો

ગ્લવ્ઝનો જથ્થો પકડાયો

નવી મુંબઈ પોલીસે ભિવંડીના એક ગોદામ પર દરોડો પાડીને હૉસ્પિટલોમાં દરદીઓની તપાસ અને સારવાર દરમ્યાન વપરાતાં નાઇટ્રાઇટ ગ્લવ્ઝનો જથ્થો પકડીને જૂનાં ગ્લવ્ઝ ફરી વેચવાના કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો. લાખોની સંખ્યામાં પકડાયેલાં ગ્લવ્ઝ રીફર્બિશ કરવા લઈ જવાનાં હતાં એ પહેલાં પોલીસે દરોડો પાડ્યો હતો. શનિવારે આ કૌભાંડના સૂત્રધારની ધરપકડ કરવામાં આવ્યા પછી ગઈ કાલે પોલીસે ગોદામ પર દરોડો પાડ્યો હતો.

નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-નંબર-1ના અધિકારીઓ અને સ્ટાફે ભિવંડીના પવન એમઆઇડીસીની એક દુકાનમાંથી ૬.૧૦ લાખ રૂપિયા કિંમતનાં ચાર લાખ જોડી નાઇટ્રાઇટ ગ્લવ્ઝ જપ્ત કર્યાં હતાં. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જે કારખાનામાં ગ્લવ્ઝનું રીસાઇક્લિંગ કરવામાં આવતું હતું એ કારખાનાના માલિક ૪૦ વર્ષના પ્રશાંત સુર્વેની પણ ધરપકડ કરી હતી. એ રીસાઇકલ-રીફર્બિશ કરેલાં ગ્લવ્ઝ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વેચવામાં આવતાં હોવાની માહિતી પણ પોલીસે મેળવી હતી. નવી મુંબઈ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલી હૉસ્પિટલોની પણ માહિતી મેળવી છે.

mumbai mumbai news Crime News mumbai crime news anurag kamble coronavirus covid19 lockdown