મુંબઈ: ભોપાલની યુવતી પર કુર્લા અને વલસાડમાં બળાત્કાર

31 December, 2019 01:37 PM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ: ભોપાલની યુવતી પર કુર્લા અને વલસાડમાં બળાત્કાર

મુખ્ય આરોપી શુભમ જાધવ, સાગરીતો શ્રવણ અને ગૌરવ કુલકર્ણી

ભોપાલમાં રહેતી અને પબજી રમવાની લતે ચડી ગયેલી પરિણીત યુવતીને ૨૩ વર્ષના આરોપી શુભમ જાધવે નોકરી અપાવવાની લાલચ આપી મુંબઈમાં બોલાવી તેના પર બળાત્કાર કરાયો હોવાની ચકચારભરી ઘટના સામે આવી છે. દસ અઠવાડિયાંની ગર્ભવતી મહિલાની જ્યારે કસુવાવડ થઈ ત્યારે તેણે તેની પર સામૂહિક બળાત્કાર કરાયો હોવાનું ભોપાલની ગૌતમનગર પોલીસને જણાવ્યું હતું. ગુનો મુંબઈમાં અને વલસાડમાં બન્યો હોવાથી કેસ હવે વિનોબા ભાવે પોલીસને ટ્રાન્સફર કરાયો છે.

આ વિશે વધુ માહિતી આપતાં ગૌતમનગર પોલીસ સ્ટેશનનાં મહિલા પોલીસ ઑફિસર પ્રિયમવદા સિંગે કહ્યું હતું કે પીડિતાની ઓળખાણ પબજી રમતી વખતે આરોપી શુભમ સાથે થઈ હતી. ત્યાર બાદ શુભમે તેને મુંબઈમાં બ્યુટીશ્યનની સારા પગારની નોકરી અપાવશે એવી લાલચ આપતાં યુવતી ૩૦ સપ્ટેમ્બરે તેના ઘરનાને કહ્યા વગર મુંબઈ આવવા નીકળી ગઈ હતી. આરોપી શુભમ તેને ૧ ઑક્ટોબરે સ્ટેશન પર રિસિવ કરવા પણ ગયો હતો ત્યાર બાદ તેને કુર્લાની એક હોટેલમાં લઈ ગયો હતો. પીડિતાએ ત્યાર બાદ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેણે ઘટનાને દિવસે રાતે જમ્યા બાદ થોડી જ વારમાં હોંશ ગુમાવી દીધા હતા. જ્યારે તેને હોંશ આવ્યા ત્યારે તેના શરીર પર કપડાં નહોતા અને શુભમ તેની સામે બેઠેલો હતો. જ્યારે તેને શું થયું હશે એનો અંદાજ આવી ગયો ત્યારે તેણે ત્યાંથી નીકળી જવાની તૈયારી કરતાં શુભમે તેને પોતાના મોબાઈલમાં રેકૉર્ડ કરેલો એ ઘટનાનો વિડિયો બતાવી એ વાઇરલ કરી દેવાની ધમકી અપી તેને રોકી દીધી હતી. ત્યાર બાદ શુભમ તેને બીજે દિવસે એટલે કે ૨ ઑકટોબરે વલસાડમાં એક જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેના મિત્રો ગૌરવ કુલકર્ણી અને શ્રવણે પણ તેનો વિનયભંગ કર્યો હતો.

આ પણ વાંચો : અપહરણ કરનાર યુવકની ધરપકડ કરી, પણ યુવતી ક્યાં છે એનું રહસ્ય અકબંધ

બીજી બાજુ ભોપાલમાં તેના પતિએ તેના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો મોબાઈલ ટ્રેક કરતાં એ વલસાડમાં હોવાનું જણાઈ આવ્યું હતું. શુભમે તેને ત્યાર બાદ છોડી મૂકી હતી. એ પછી ભોપાલ પોલીસે તેને શોધી કાઢી હતી અને પરિવાર સાથે તેનો મેળાપ કરાવ્યો હતો. તેણે તેના પર પહેલા સામૂહિક બળાત્કાર કરાયો હોવાનું જણાવ્યું નહોતું. જોકે હાલમાં તેને મિસ-કેરેજ થઈ જતાં આખરે એ બાબત બહાર આવી હતી. જોકે રેપની એ ઘટના મુંબઈની કુર્લાની હોટેલમાં બની હોવાથી કેસ ભોપાલના ગૌતમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ હવે વધુ તપાસ માટે વિનોબા ભાવે નગર પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરાયો છે. પોલીસે સામૂહિક બળાત્કારનો કેસ નોંધ્યો છે, પણ હજી સુધી એ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.

mumbai news mumbai mumbai crime branch kurla Crime News