વસઈમાં પેટ્રોલ પમ્પના ગુજરાતી માલિક પર હુમલો કરનારા છ લોકોની ધરપકડ

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Diwakar Sharma

વસઈમાં પેટ્રોલ પમ્પના ગુજરાતી માલિક પર હુમલો કરનારા છ લોકોની ધરપકડ

શુક્રવારે માણિકપુર પેટ્રોલ પમ્પ પર થયેલા હુમલાનો સીસીટીવી ગ્રેબ. તસવીર – હનિફ પટેલ

વસઈમાં માણિકપુર પોલીસે બે મોટરસાઇકલ સવાર સહિત કુલ છ જણાની ધરપકડ કરી હતી. બે મોટરસાઇકલ સવારોએ શુક્રવારે સાંજે પહેલાં તો ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પર ધાંધલ મચાવી હતી તથા પછીથી પેટ્રોલ પમ્પના ગુજરાતી માલિક અને સ્ટાફની મારપીટ કરવા માટે પોતાના સાથીઓને બોલાવ્યા હતા.

આરોપીઓની ઓળખ ૨૨ વર્ષના રિસકાન મુસવ્વીર દાયિર, ૨૭ વર્ષના ઝરાર મુસવ્વીર દાયિર, ૨૪ વર્ષના રાઝી અજમલ દાબરે, ૨૧ વર્ષના શાહીન શાદાબ કરારી, ૨૩ વર્ષના હુઝૈફા ઇબ્રાહિમ સોનાલકર અને ૨૮ વર્ષના કાબ ગુલામ અહમદ છાવરે તરીકે કરવામાં આવી છે.

માણિકપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ભિવંડી જઈ રહેલા હુઝૈફા સિવાયના તમામ આરોપીઓની ધરપકડ નાલાસોપારાથી કરવામાં આવી હતી.

માસ્ક પહેર્યો ન હોવાથી પેટ્રોલ પમ્પના માલિકે પેટ્રોલ આપવાની ના પાડી હતી 

સૂત્રોએ જણાવ્યું હતું કે દાયિર ભાઈઓ જે વાહન લઈને પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પમ્પ પર ગયા હતા તે વાહનનું રજિસ્ટ્રેશન નંબર સીસીટીવી કેમેરાના ફુટેજ પરથી મેળવી તેના આધારે પોલીસે આરટીઓ ઑફિસમાંથી મુખ્ય આરોપીના ફોન નંબર અને સરનામા જેવી વિગતો મેળવી હતી.

જોકે બન્ને મુખ્ય આરોપીઓ, જે સગા ભાઈ પણ છે તેઓ ઘરે નહોતા, આથી તેને પોલીસ સામે હાજર થવાનું દબાણ કરવાના આશયથી તેના સંબંધીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સચિન સનપે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસ સતત તેની શોધ કરી રહી હતી અને ટેક્નિકલ સપોર્ટની સહાયથી અમે તેમની ધરપકડ કરી શક્યા હતા.

mumbai mumbai news diwakar sharma vasai nalasopara Crime News mumbai crime news crime branch mumbai crime branch