ઉલ્હાસનગરના ગૅન્ગસ્ટરની હત્યા થઈ હતી: ફૉરેન્સિક રિપોર્ટ

24 February, 2020 07:44 AM IST  |  Mumbai | Diwakar Sharma

ઉલ્હાસનગરના ગૅન્ગસ્ટરની હત્યા થઈ હતી: ફૉરેન્સિક રિપોર્ટ

નરેશ ચડ્ડી

ઉલ્હાસનગરના ગૅન્ગસ્ટર નરેશ પહલાજાણી ઉર્ફે નરેશ ચડ્ડીના કલ્યાણમાં થયેલા મૃત્યુને ચાર વર્ષ વીત્યા પછી હવે ફૉરેન્સિક રિપોર્ટમાં તેનું મૃત્યુ કુદરતી રીતે નહોતું થયું, પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે થાણે પોલીસ આ હત્યાની પાછળ ઉલ્હાસનગરના કૉર્પોરેટર ગોધુમલ કિશનાનીનો હાથ હોવાની શંકા સેવે છે. તેની હત્યા વખતે કિશનાનીએ કહ્યું હતું, ‘નરેશ ચડ્ડી કૂતરાના મોતે મર્યો.’

કડકરપાડા પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ ઇન્સ્પેક્ટર અશોક પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૨૦૧૨માં પોલીસ સામે આત્મસમર્પણ કર્યા પછી ગુનાની દુનિયા છોડીને ૧૯૯૦માં ઇન્દર ભટિજા અને ઘનશ્યામ ભટિજાની હત્યાના કેસમાં મહત્વના સાક્ષી બનેલા નરેશ ચડ્ડીના મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું ફૉરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું.

આ પણ વાંચો : ગૅન્ગસ્ટર રવિ પૂજારીની સાઉથ આફ્રિકામાં ધરપકડ કરાઈ, ભારત લાવ્યા

નરેશ ચડ્ડીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. હવે જ્યારે તેના મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે તેનાં સગાંસંબંધીઓએ શ્વાસ રૂંધાવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવાની માગણી કરી છે.

ulhasnagar kalyan mumbai crime news Crime News mumbai news diwakar sharma