મુંબઈ : બનાવટી આધારકાર્ડ બનાવી આપનારાઓ બોરીવલીમાંથી પકડાયા

11 February, 2021 08:47 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : બનાવટી આધારકાર્ડ બનાવી આપનારાઓ બોરીવલીમાંથી પકડાયા

આધાર કાર્ડ (પ્રતીકાત્મક તસવીર)

બોરીવલી (વેસ્ટ)ના ચામુંડા સર્કલની પાસે એક બૅન્કમાં કાયદેસર આધારકાર્ડ બનાવવાનું સેન્ટર ચલાવતા આરોપી સહિત તેના સાથીદાર એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૧ની ટીમે બનાવટી આધારકાર્ડ બનાવીને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનારા દસ નેપાળીઓની સાથે આધારકાર્ડ બનાવનાર બે એજન્ટ અને એક ઑપરેટરને પકડી પાડ્યા છે. પોલીસે પકડી પાડેલા તમામ નેપાળી આરોપીઓ મુંબઈના વિવિધ વિસ્તારોમાં રહે છે અને હોટેલ, બાર વગેરેમાં નોકરી કરે છે. આધારકાર્ડ બનાવવા માટે બન્ને આરોપીઓ ત્રણ હજાર રૂપિયાથી આઠ હજાર રૂપિયા સુધી ચાર્જ કરતા હતા. પોલીસે પકડી પાડેલા આરોપીઓના અન્ય કેટલા સાથીદારો છે અને કેટલા લોકોને બનાવટી આધારકાર્ડ બનાવી આપ્યાં છે એની તપાસ પોલીસે હાથ ધરી છે.

આ વિશે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતી અનુસાર ‘પોલીસે બન્ને આરોપીને રિમાન્ડમાં લેતાં તપાસ વખતે તેમણે માહિતી આપી હતી કે તેમણે ૧૦ નેપાળીઓને કાગળપત્ર વગર જ આધારકાર્ડ બનાવી આપ્યાં હતાં. એથી પોલીસે એ નેપાળી નાગરિકોને શોધીને તેમની ધરપકડ કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news borivali