બોરીવલીમાંથી ડ્રગ સપ્લાય કરતી ગૅન્ગનો સભ્ય 14 કિલો ચરસ સાથે ઝડપાયો

10 March, 2021 08:43 AM IST  |  Mumbai | Mid-day Correspondent

બોરીવલીમાંથી ડ્રગ સપ્લાય કરતી ગૅન્ગનો સભ્ય 14 કિલો ચરસ સાથે ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના કાંદિવલી યુનિટે બોરીવલી (ઈસ્ટ)ના નૅશનલ પાર્ક પાસેથી ડ્રગ સપ્લાય કરતી નેપાલી ગૅન્ગના ૨૩ વર્ષના પરવેઝ મામાજાન અન્સારીને ૨.૮૦ કરોડ રૂપિયાના ૧૪ કિલો ચરસ સાથે પકડ્યો હતો.

કાંદિવલી યુનિટના હેડ કૉન્સ્ટેબલને ખબરીએ માહિતી આપી હતી કે ડ્રગ સપ્લાય કરતી નેપાલી ગૅન્ગના કેટલાક માણસો બોરીવલીમાં ચરસ વેચવા આવ્યા છે. એથી તરત જ એ બાબતે નોંધ કરી એએનસીની ટીમ બોરીવલી ધસી ગઈ હતી. ત્યાં નૅશનલ પાર્ક પાસેથી ૨૩ વર્ષના પરવેઝને ૧૪.૦૫૬ કિલો ચરસ સાથે ઝડપી લેવાયો હતો. આ ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં ૨.૮૦ કરોડ રૂપિયા કિંમત થાય છે.

પરવેઝની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે નેપાલનો રહેવાસી છે. એએનસીએ તેની સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને એ ચરસ જપ્ત કર્યું હતું.

mumbai mumbai news kandivli nepal Crime News mumbai crime news borivali