ઇન્સ્ટાગ્રામ પર બનાવેલી મહિલા મિત્રએ 22.78 લાખની છેતરપીંડી કરી

17 July, 2020 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઇન્સ્ટાગ્રામ પર બનાવેલી મહિલા મિત્રએ 22.78 લાખની છેતરપીંડી કરી

પ્રતીકાત્મક તસવીર

52 વર્ષનાં એક શખ્સ સાથે તેના ઇન્સ્ટાગ્રામ મિત્રએ 22.78 લાખ રૂપિયાની છેતરપીંડી કરી છે. છેતરપીંડી કરનારા તેમને અમેરિકાની કોઇ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં રોકાણ કરાવની લાલચ આપી જે એવા બિયા આપે છે જેનાથી બ્રેસ્ટ કેન્સર મટી જાય. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર છેતરાઇ જનાર શખ્સે કહ્યુ કે તે એપ્રિલમાં કેલિફોર્નિયામા રહેતી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. તે બન્ને વચ્ચે ફોન નંબરની આપ લે થઇ અને તેમણે વૉટ્સ એપ્પ પર ચેટિંગ કરવાની શરૂઆત કરી.

મહિલાએ પોતાની જાતને લૉરા ડોઉરા તરીકે ઓળખાવી અને કહ્યું કે તેના એક સગાં અમેરિકામાં એક એવી ફાર્મા કંપનીમાં કામ કરે છે જ્યાં એવા બીજ બને છે જેનાથી બ્રેસ્ટ કેન્સર મટી જાય. અહીં આ છેતરપીંડીનો ભોગ બનનાર માણસ નવી મુંબઇમાં કોમ્યુનિકેશન કંપનીમાં કામ કરે છે અને લોઢા કોમ્પલેક્સમાં રહે છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે સ્ત્રીએ વિક્ટીમને મેડિકલ બીજ બહુ મોંધા હોવાની વાત કરીને કહ્યું કે જો તેને સસ્તામાં જોઇતા હોય તો તે કંઇ રસ્તો શોધી કાઢી શકે છે. મહિલાએ તેનો સંપર્ક કોઇ એજન્ટ દ્વારા કર્યો અને તેના દ્વારા ત્રણ સેમ્પલ પેકેટ મેળવવાની ગોઠવણ કરી.

પોલીસે જણાવ્યા અનુસાર એજન્ટે વિક્ટમને કોઇ એક ભારતીય ખાતા નંબર આપી 2.25 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું. આ રકમ ટ્રાન્સફર કર્યા પછી વિક્ટીમને કોઇ સેમ્પલ ન મળ્યા ત્યારે તેણે કહ્યું કે સાતથી દસ પૅકેટની જરૂર છે અને પછી વિક્ટીમે જુદા જુદા તબક્કે લગભગ 22.78 લાખ રૂપિયા અલગ અલગ ચાર લોકોને જુદા જુદા ખાતામાં જમા કરી આપ્યા.

રકમ મોકલ્યા પછી પણ જ્યારે તેને કોઇ બીજ ન મળ્યા ત્યારે તેને પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડી અને તેણે કપુરબવાડી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે 420 કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

mumbai mumbai crime news