11 January, 2024 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધરપકડની પ્રતીકાત્મક તસવીર
Mumbai Crime: મલાડ (Malad)ના એવરશાઇન નગરના ડ્રેસન ડીસાએ પોતાની પત્ની અને મોટા ભાઈની કથિત રીતે હત્યા (Mumbai Crime) કરી હતી. હત્યા બાદ આ આરોપી ફરાર હતો. તેની પોલીસ શોધખોળ કરી રહી હતી. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બુધવારે રાત્રે બાંગુર નગર પોલીસે કોલકાતાથી ડ્રેસન ડીસાની ધરપકડ કરી લીધી છે.
ક્યારે આ હત્યાનો ગુનો કરવામાં આવ્યો હતો?
આ ઘટના 29 ડિસેમ્બરના રોજ સવારે 9.30થી બપોરે 12.30 વાગ્યાની વચ્ચે બની હતી. આ બંને ભાઈઓ શેર કરેલા ઘરના વેચાણને લઈને વારંવાર ઝગડા કર્યા કરતાં હતા. અને એ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ડ્રેસને ટેબલ, ખુરશીઓ અને સોફા જેવી વસ્તુઓ પોતે ખરીદેલી હોવાનું કહી માલિકીનો દાવો કરીને ભાઈ ડેમિયનને તેનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતા વિવાદ વધાર્યો હતો.
આરોપીએ પોતાના ભાઈ પર બેઝબોલ બેટ અને ફૂલદાની લઈને હુમલો (Mumbai Crime) કર્યો હતો. ચિત્રા આ બંનેની વચ્ચે દરમિયાનગીરી કરી રહી હતી તેને કારણે ફૂલદાની જોરથી વાગતા તેને ઇજાઓ થઈ હતી. અને પરિણામે તે મૃત્યુ પામી હતી.
29 ડિસેમ્બરે મલાડ (Malad)ના એવરશાઇન નગરમાં હુમલાનો ભોગ બનેલા ડેમિયન ડીસાનું ગોરેગાંવની ઓસ્કર હોસ્પિટલમાં નિધન થયું હતું. આ હુમલો તેના જ ભાઈ ડ્રેસન ડીસા દ્વારા કરવામાં આવ્યો હતો.
ડ્રેસન ડીસાએ તેની પત્ની ચિત્રા અને ભાઈ ડેમિયન પર મલાડમાં તેમના ઘરમાં હુમલો (Mumbai Crime) કર્યો હતો. જ્યારે પોલીસ ઘરમાં પહોંચી હતી તો તેઓએ જોયું હતું કે ચિત્રા લોહીથી ખરડાયેલી હાલતમાં જોવા મળી હતી. આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર તેણીને એ હદ સુધી ઇજાઓ થઈ હતી કે આ ઇજાઓને કારણે તેણી મૃત્યુ પામી હતી.
જ્યારે ડેમિયનને એટલી ઇજાઓ થઈ હતી કે તે બેભાન (Mumbai Crime) હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને તત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ હ્ર્દયદ્રાવક ઘટનાના ચાર દિવસ વીતી ગયા પરંતુ આ આરોપીની ધરપકડ થઈ નહોતી, કારણકે તે ધરપકડથી બચવા માટે છુપાતો હતો.
બાંગુર નગર પોલીસે આરોપીને શોધવા માટે પાંચ ટીમો તૈનાત કરી હતી.
આરોપી ડ્રેસનના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. અને આ સીસીટીવી કેમેરાને મોબાઇલ ફોન દ્વારા નિયંત્રિત કરવામાં આવતા હતા.
કેમ આરોપી ફરાર થવામાં સફળ થયો?
એવી પણ શંકા છે કે આ આરોપી જે જે સ્થળે કેમેરા હતા તે સ્થાનોથી પરિચિત હતો. તેણે આઇડિયા કરીને એવા માર્ગો પસંદ કર્યા હતા કે જ્યાંથી જો એ ભાગે તો પોલીસની પકડમાં આવે નહીં. આ સાથે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે કેટલાક સંભવિત ટ્રેકિંગ કેમેરા બંધ અથવા બિન-કાર્યક્ષમ હતા જેને કારણે આરોપીને પકડવામાં વાર લાગી હતી.