મીઠીબાઇના પ્રોફેસરે કરી મહિલાની છેડતી, બાર વર્ષ પછી ધરપકડ

29 January, 2020 12:56 PM IST  |  Mumbai | Vishal Singh

મીઠીબાઇના પ્રોફેસરે કરી મહિલાની છેડતી, બાર વર્ષ પછી ધરપકડ

આરોપી રાજનાથ હાંડે

શહેરની કૉલેજની મહિલા પ્રોફેસરે બાર વર્ષ પહેલાં કરેલી ફરિયાદને આધારે તેની જાતીય સતામણી કરનારા પ્રિન્સિપાલની અંતે ધરપકડ થઇ છે. આ પ્રિન્સિપાલ હાલમાં મીઠીબાઇ કૉલેજનાં વડા છે, 17મી જાન્યુઆરીએ તિલક નગર પોલીસે તેમની ધરપકડ કરી. પોલીસ સુત્રો અનુસાર આરોપેએ આગોતરા જામીનની અરજી કરી હતી પણ કોર્ટે તે નકારીને તેમને શરણાગતી સ્વીકારવા હુકમ કર્યો હતો સાથે પોલીસને તેમની ધરપકડ કરીને બાદમાં રૂ 15,000ના પર્સનલ બેઇલ બોન્ડ લઇ છૂટા કરવા કહ્યું હતું.

ફરિયાદી અનુસાર પોલીસે તેની ફરિયાદ પર પગલા લેવા, તેની FIR ફાઇલ કરવામાં 11 વર્ષનો સમય લીધો, જે ફરિયાદ તેણે 2007માં કરી હતી. તેણે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો ત્યાર પછી પોલીસે 2018માં FIR નોંધી હતી. આ પછી માર્ચ 2019માં ફરીયાદીએ સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનને પત્ર લખ્યો હતો જેના પછી તીલક નગર પોલીસે આરોપી રાજપાલ હાંડેની ગયા અઠવાડિયે IPC કલમ 354, 354A, 507 અને 509 હેઠળ ધરપકડી કરી હતી. તીલક નગર ઇનવેસ્ટીગેશન ઑફિસર સરીતા ચવાને આ ધરપકડની વાતને પુષ્ટિ આપી હતી.

ચવાણે મીડ-ડેને કહ્યું કે, “પ્રિન્સિપાલ હાંડેની ધરપકડ કરાયા બાદ તેમને જમાનત આપવામાં આવી છે. આ મામલાની ચાર્જશીટ જલ્દી જ તૈયાર કરાશે.”

ફરિયાદી અનુસાર જ્યારે તે હાંડેની ઑફિસમાં કોઇ કામથી ગયા હતા ત્યારે તેમણે તેને ખજુરાહોની કામુક તસવીરો દર્શાવતું એક રેકોર્ડિંગ બતાડ્યું હતું. બીજા એક પ્રસંગે તેણે ફરિયાદીના ખભે પાછળથી હાથ મુક્યો અને જ્યારે તેણે ના કહી ત્યારે હાંડેએ કહ્યુ હતું કે, “હું તને મારી ગર્લફ્રેડની માફક ટ્રીટ કરું છું.”

કૉલેજ સત્તાધિશો અને સ્ટેટ કમિશન ફોર વિમનને ફરિયાદ કર્યા પછી ફરિયાદીએ નોકરી ગુમાવી પડી હતી. કૉલેજે તેને પ્રિન્સિપાલ અને કૉલેજની બદનક્ષી કર્યાના આરોપ હેઠળ નોકરીમાંથી છૂટી કરી દિધી હતી.  મીડ-ડે સાથે વાત કરતાં ફરિયાદીએ કહ્યું કે, “મેં કેટલાક સિનિયર પોલીસ અધિકારીને પણ ફરિયાદ કરી હતી. વળી સ્ટેટ કમિશન ફોર વિમનને ફરિયાદ કરી હતી પણ મને કોઇ મદદ ન કરી. 23 સપ્ટેમ્બર 2017ના રોજ મેં વડાપ્રધાનની ઑફિસને સંબોધીને એક પત્ર લખ્યો જેના પછી PMOમાંથી સ્થાનિક અધિકારીઓને આ કિસ્સાની તપાસ કરવા સૂચના અપાઇ અને તિલક નગર પોલીસે 3જી ડિસેમ્બર 2019ના રોજ FIR નોંધી હતી.”

આ અંગે જ્યારે મિડ-ડેએ હાંડેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મેસેજથી જવાબ આપતા કહ્યું કે, “આ ખોટો અને વાહિયાત કેસ છે જે મારી છબી ખરડાવા માટે કરાયો છે. તમારી પાસે ખોટી માહીતી છે કારણકે આવું કશું જ થયું નથી. મેં આ મુદ્દો યોગ્ય ફોરમ સમક્ષ મુક્યો છે. કોર્ટે મને આગોતરા જામીન આપ્ય છે. આ મુદ્દો હાલમાં સબ્જુડિસ હોવાથી મારે આથી વધારે કંઇ કહેવાનું નથી.”

mumbai crime news mumbai crime branch Crime News tilak nagar