ઘર કોણ ચલાવશે એ બીકે પત્નીએ રેપિસ્ટ પતિની ફરિયાદ ન કરી

23 November, 2015 03:34 AM IST  | 

ઘર કોણ ચલાવશે એ બીકે પત્નીએ રેપિસ્ટ પતિની ફરિયાદ ન કરી



છેલ્લાં બે વર્ષથી સાવકી દીકરી પર બળાત્કાર કરતા દહિસરના ૪૮ વર્ષના પપ્પાની MHB પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. નવાઈની વાત એ છે કે ટીનેજરની મમ્મીને પતિના ગુનાની જાણ હોવા છતાં પતિને સજા થશે તો ઘર કોણ ચલાવશે એવા ડરથી કોઈને ફરિયાદ કરી નહોતી. આરોપીને ગઈ કાલે ર્કોટમાં રજૂ કરતાં પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ‘પ્લમ્બર તરીકે કામ કરતા આરોપીને બે પત્ની છે. એમાંથી પહેલી પત્નીનાં સાત બાળકો છે અને તેઓ વતનમાં રહે છે. એ સિવાય ટીનેજરના પપ્પાનું મૃત્યુ થવાથી તેની મમ્મીએ આરોપી સાથે બીજાં લગ્ન કયાર઼્ હતાં. ટીનેજરની મમ્મી રોજ કામ પર બહાર જતી ત્યારે આરોપી ટીનેજર પર બળાત્કાર કરતો હતો. આ બાબતે ટીનેજરે તેની મમ્મીને અનેક વાર જાણ કરી હતી, પરંતુ તેણે પોલીસમાં ફરિયાદ કરી નહોતી. રવિવારે ટીનેજરે આ ઘટના બાબતે પાડોશીને જાણ કરી હતી ત્યારે પાડોશીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’