Mumbai Crime: લગ્ન માટે દબાણ કરતી હતી પરિણીત પ્રેમિકા, બોયફ્રેન્ડે કરી હત્યા

16 February, 2023 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનોને મહિલાના મૃતદેહ વિષે માહિતી આપી હતી, ત્યાર બાદ ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં એક મહિલાના ગુમ થવાનો કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની નિક્કી યાદવ (Nikki Yadav Murder Case) જેવો જ એક હત્યાનો મામલો મુંબઈ (Mumbai)માંથી પણ સામે આવ્યો છે. નવી મુંબઈમાં એક સિક્યોરિટી ગાર્ડે એક પરિણીત મહિલાની હત્યા કરી છે. આરોપી મહિલા સાથે સંબંધમાં હતો. નવી મુંબઈ પોલીસે (Navi Mumbai Police) આરોપી રાજકુમાર બાબુરામ પાલની ધરપકડ કરી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે મહિલા તેના પર લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી, જ્યારે તે તેનાથી છૂટકારો મેળવવા માગતો હતો. આવી સ્થિતિમાં તેણે મહિલાની હત્યા કરી નાખી હતી.

12 ફેબ્રુઆરીએ પોલીસને ઝાડીઓમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે હતી. મહિલાનું બુરખા વડે ગળું દબાવવામાં આવ્યું હતું. આ પછી પુરાવા છુપાવવા માટે લાશને ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

નવી મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનોને મહિલાના મૃતદેહ વિષે માહિતી આપી હતી, ત્યાર બાદ ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં એક મહિલાના ગુમ થવાનો કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે લાશ ગુમ થયેલી મહિલાની જ છે.

પોલીસે ગુમ થયેલી મહિલાના પતિનો સંપર્ક કર્યો હતો. પતિએ જણાવ્યું કે મહિલા ક્લીનરનું કામ કરતી હતી અને થોડા દિવસોથી ગાયબ હતી. આ પછી પોલીસે મહિલાનો ફોન રિકવર કર્યો હતો. ફોન તપસ્યા બાદ મહિલા રાજકુમાર સાથે પ્રેમ સંબંધમાં હોવાનો ઘટસ્પોટ થયો હતો.

પોલીસે રાજકુમારની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે મહિલા તેના પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતી હતી. તેનાથી પરેશાન થઈને તેણે મહિલાથી છૂટકારો મેળવવાનો નિર્ણય કર્યો. તેણે મહિલાને મળવા બોલાવી. અહીં તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ પછી લાશને હાઉસિંગ સોસાયટી પાસેની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: હત્યા પહેલાં મળ્યો નિક્કી યાદવનો છેલ્લો વિડિયો

નિક્કી મર્ડર કેસ

14 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી પોલીસે મિત્રોં ગામના ઢાબામાંથી ફ્રિજમાંથી નિક્કીનો મૃતદેહ મેળવ્યો હતો. નિક્કી તેના બોયફ્રેન્ડ સાહિલ ગેહલોત સાથે લિવ-ઈનમાં રહેતી હતી, પરંતુ સાહિલના લગ્ન તેના સંબંધીઓએ અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા. આ પછી નિક્કી અને સાહિલ વચ્ચે ઝઘડો થયો હતો. સાહિલ 9-10 ફેબ્રુઆરીની રાત્રે નિક્કીને રાઈડ પર લઈ જવાના બહાને કારમાં લઈ ગયો હતો. આ પછી સાહિલે રસ્તામાં જ તેની હત્યા કરી અને લાશને તેના ઢાબાના ફ્રીજમાં છુપાવી દીધી હતી.

mumbai mumbai news mumbai crime news navi mumbai Crime News