વિદેશ મંત્રાલયના પરબિડીયામાં ડ્રગ્સની હેરાફરી કરતો હતો શખ્સ, ૧૪ કરોડના ગાંજા સાથે મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

05 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા વિદેશ મંત્રાલયના પરબિડીયાઓમાં ૧૪ કરોડ રૂપિયાના ગાંજાના જથ્થાની દાણચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)માં ડ્રગ્સની હેરાફેરી કરવાનો એક મોટો મામલો સામે આવ્યો છે. આ મામલે એકની ધરપકડ કરી છે. મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ (Mumbai Airport Customs) અધિકારીઓએ બેંગકોક (Bangkok)થી આવેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આશરે રૂ. ૧૪.૭૩ કરોડના ગેરકાયદેસર હાઇડ્રોપોનિક વીડની દાણચોરી કરવા બદલ મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે તે વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ ગોપનીય રાજદ્વારી કાર્ગો તરીકે ખોટી રીતે માલ જાહેર કરીને ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ (Mumbai Crime) કરી રહ્યો હતો.

મુંબઈ કસ્ટમ્સ પોલીસે એરપોર્ટ પર ડ્રગ્સની દાણચોરી કરતા એક વ્યક્તિને પકડી પાડ્યો છે. આરોપી ૧૫ કિલો ડ્રગ્સ છુપાવીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની કુલ કિંમત ૧૪ કરોડથી વધુ હોવાનું કહેવાય છે. એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગથી બચવા માટે, આરોપીએ ડ્રગ્સને એક પેકેટમાં સીલ કરી દીધા હતા જેના પર "વિદેશ મંત્રાલયનું રાજદ્વારી પાઉચ" લખેલું હતું. આ પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)ના ચિહ્નોવાળા પરબિડીયાઓમાં છુપાવવામાં આવ્યું હતું અને સત્તાવાર MEA ટેપથી સીલ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, મુસાફર બેંગકોકથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Chhatrapati Shivaji Maharaj International Airport) પર ઉતર્યો હતો.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, મુસાફરની ટ્રોલી બેગની અંદર રાખવામાં આવેલા વિવિધ યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ (United Nations Office on Drugs and Crime - UNODC)ના અહેવાલો અને નકલી ટોપ સિક્રેટ મિશન રિપોર્ટ્સની નકલો પણ હતી.

કસ્ટમ્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMI Airport), મુંબઈ ખાતે કસ્ટમ્સ અધિકારીઓએ રવિવારે બેંગકોકથી આવતા એક મુસાફરને અટકાવ્યો. સામાનની તપાસ દરમિયાન, કસ્ટમ્સ અધિકારીઓએ ૧૪.૭૩૮ કિલો શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ (ગાંજો) જપ્ત કર્યું, જેની ગેરકાયદેસર બજાર કિંમત આશરે ૧૪.૭૩૮ કરોડ રુપિયા છે.

કસ્ટમ્સ વિભાગે જનાવ્યું કે, ‘મુસાફર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ ગોપનીય રાજદ્વારી કાર્ગો તરીકે ખોટી રીતે કન્સાઇનમેન્ટ જાહેર કરીને માદક પદાર્થો હાઇડ્રોપોનિક વીડની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રતિબંધિત માલ વિદેશ મંત્રાલય (MEA)ના ચિહ્નોવાળા પરબિડીયાઓમાં છુપાવવામાં આવ્યો હતો અને સત્તાવાર MEA ટેપથી સીલ કરવામાં આવ્યો હતો. બેગમાં વિવિધ UNODC રિપોર્ટ્સ અને નકલી ટોપ સિક્રેટ મિશન રિપોર્ટ્સની નકલો પણ હતી અને આ મુસાફરો દ્વારા વહન કરવામાં આવતી ટ્રોલી બેગમાં રાખવામાં આવી હતી. ઉપરોક્ત મુસાફરની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (Narcotic Drugs and Psychotropic Substance - NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.’

એજન્સીના અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે, આરોપીએ વિદેશ મંત્રાલયના ચિહ્નો અને સત્તાવાર વિદેશ મંત્રાલય ટેપવાળા પરબિડીયાઓ ક્યાંથી મેળવ્યા હતા. કસ્ટમ અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે, બેંગકોકમાં આરોપીઓને ગાંજો/વીડ કોણે પૂરો પાડ્યો હતો અને મુંબઈમાં આ માલ કોને મળવાનો હતો.

mumbai airport chhatrapati shivaji international airport bangkok mumbai customs mumbai crime news Crime News mumbai police mumbai mumbai news ministry of external affairs