મૅટ્રિમોનિયલ ઍપ પર મળેલા યુવકે મહિલાને 1.36 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો

04 May, 2021 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગપુરની ૨૮ વર્ષની મહિલા સાથે મૅટ્રિમોનિયલ એપ પર મળેલા એક યુવકે ૧.૩૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

નાગપુરની ૨૮ વર્ષની મહિલા સાથે મૅટ્રિમોનિયલ એપ પર મળેલા એક યુવકે ૧.૩૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.

મહિલાએ ફેબ્રુઆરીમાં મેટ્રિમોનિયલ એપ્લિકેશનમાં નામ નોંધાવ્યું હતું. તેને રાહુલ જય બાવિન નામના યુવક દ્વારા એપ પર મેસેજ આવતા હતા, જેમાં યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે અમેરિકામાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને હાલમાં ઈરાનમાં તેનું પોસ્ટિંગ થયું છે. ૧૭ માર્ચના રોજ આરોપીએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે તેણે મોકલેલું ૯૦,૦૦૦ ડૉલરનું લગેજ એરપોર્ટના સ્કૅનિંગ ડિપાર્ટમેન્ટમાં ક્લિયરન્સ માટે પડ્યું છે. તેણે મહિલાને લગેજ મેળવવા માટે વિવિધ ખાતાંઓમાં ૧.૩૬ લાખ રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. મહિલાએ નાણાં ચૂકવી દીધાં તે સાથે જ આરોપીએ ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધો ત્યારે મહિલાને  છેતરાઈ હોવાની જાણ થઈ હતી. 

mumbai mumbai news nagpur Crime News mumbai crime news