મુંબઈ સતામણી કેસઃ ડીઆઇજી મોરેને કોઈ રાહત નહીં

18 January, 2020 10:50 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈ સતામણી કેસઃ ડીઆઇજી મોરેને કોઈ રાહત નહીં

નિશિકાંત મોરે

ગયા વર્ષે ૧૭ વર્ષની સગીરાની સતામણી કરવાના આરોપી મહારાષ્ટ્રના ભાગેડુ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઇજી) નિશિકાંત મોરેને શુક્રવારે ધરપકડથી રાહત મળી નહોતી, કારણ કે બૉમ્બે હાઈ કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી મંગળવાર સુધી મુલતવી રાખી હતી.

મોરેએ તેમના વકીલ મારફત ગુરુવારે આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. હાઈ કોર્ટે શુક્રવારે પોલીસને આગોતરા જામીન અરજી વિશેની તેમની પ્રતિક્રિયા મંગળવાર સુધીમાં સુપરત કરવાનું જણાવ્યું હતું. અદાલત ફરિયાદીની બર્થ-ડે પાર્ટી વખતે બનેલા આ બનાવના વિડિયો-ફુટેજ પણ તપાસી શકે છે.

આ પણ વાંચો : મુંબઈ : સિરિયલ બ્લાસ્ટનો ભાગેડુ આરોપી કાનપુરથી ઝડપાયો

‘અમે દરમ્યાનગીરી કરી છે અને તેમની જામીન અરજીનો વિરોધ કર્યો છે. અદાલતે તેમને આગામી સુનાવણી સુધી ધરપકડમાંથી કોઈ રાહત આપી નથી. હાઈ કોર્ટ આગામી સુનાવણીમાં વિડિયો ચકાસી શકે છે અને એમ પણ જણાવ્યું છે કે આ મામલો ગંભીર છે,’ એમ સગીરાના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહેલા ‍ઍડ્વોકેટ સમ્રાટ ઠક્કરે જણાવ્યું હતું.

mumbai crime branch mumbai crime news Crime News mumbai news faizan khan