ભાઇંદરમાંથી પકડાયો 1.83 લાખ રૂપિયાનો ગુટકાનો જથ્થો

09 May, 2021 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદરના ઝોન વનના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમિત કાળેની સ્પેશયલ ટીમે શનિવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ભાઈંદરમાંથી ગુટકાના મોટો જથ્થો પકડી પાડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદરના ઝોન વનના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમિત કાળેની સ્પેશયલ ટીમે શનિવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ભાઈંદરમાંથી ગુટકાના મોટો જથ્થો પકડી પાડ્યો હતો. આ વિશે માહિતી આપતાં ભાઈંદર પોલીસ સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘મોદી પટેલ રોડ પરની એક દુકાનમાં રાજ્યમાં પ્રતિબંધિત ગુટકાનું વેચાણ થાય છે એવી માહિતી મળતાં ડીસીપી અમિત કાળેની સ્પેશ્યલ ટીમે આ કાર્યવાહી કરી હતી. રાતે ૧૦ વાગ્યે ટીમ એ દુકાન પર ત્રાટકી હતી અને ગુટકાનું વેચાણ કરતા ૪૮ વર્ષના રામ નવલ ગુપ્તાને ઝડપી લીધો હતો. દુકાનમાંથી કેકે બ્રૅન્ડનો ૧,૮૩,૧૩૦ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રામ નવલ ગુપ્તાની સામે ગુનો નોંધીને તેને શનિવારે હૉલિડે કોર્ટમાં હાજર કરાયો હતો. તેને ૧૧ મે સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી. પોલીસ તેના અન્ય સાગરીતો અને દુકાનના માલિકને શોધી રહી છે.’  

mumbai mumbai news Crime News mumbai crime news