કાંદિવલીમાં ડુપ્લિકેટ હૅન્ડ-સેનિટાઇઝર જપ્ત કર્યા

13 March, 2020 11:27 AM IST  |  Mumbai | Mehul Jethva

કાંદિવલીમાં ડુપ્લિકેટ હૅન્ડ-સેનિટાઇઝર જપ્ત કર્યા

પ્રતીકાત્મક તસવીર

એફડીએના અધિકારીઓએ કાંદિવલી ચારકોપ વિસ્તારમાં એક મેડિકલ અને બે હોલસેલર પાસેથી ૨ લાખ રૂપિયાથી વધુના ડુપ્લિકેટ હૅન્ડ-સેનિટાઇઝર જપ્ત કર્યા છે. તેમની તપાસ હજી ચાલુ છે.

ઘટના અનુસાર કાંદિવલીમાં આવેલી ગોકુલ મેડિકલમાં ૧૧ તારીખે સાંજે એફડીએના અધિકારીઓએ રેઇડ પાડી હતી અને તેની પાસેથી મળેલી માહિતીના આધારે ચારકોપમાં આવેલી ઓમ જ્યોતિ એજન્સી અને કાંદિવલીમાં આવેલી રિદ્ધિસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામના બે હોલસેલર્સ પર કાર્યવાહી કરી એફડીએના અધિકારીઓએ ૨ લાખ ૮૪ હજારના ડુપ્લિકેટ હૅન્ડ-સેનિટાઇઝર જપ્ત કર્યા હતા.

ફૂડ અૅન્ડ ડ્રગ્સના અધિકારી આર. પોગલે સાથે આ પ્રતિનિધિએ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે કાંદિવલી વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ડુપ્લિકેટ હૅન્ડ-સેનિટાઇઝર વેચાઇ રહ્યાં છે. આ માહિતીના આધારે મેડિકલ સ્ટોરમાં રેઇડ પાડી જ્યાંથી આ ડુપ્લિકેટ હેન્ડ-સેનિટાઇઝર સપ્લાય કરવામાં આવી રહ્યાં હતાં તે સ્થળો પર પણ રેઇડ પાડવામાં આવી હતી, જેમાં ડુપ્લિકેટ હેન્ડ-સેનિટાઇઝર મળી આવ્યાં હતાં.

mumbai mehul jethva coronavirus mumbai news kandivli Crime News mumbai crime news