ગુટકા વેચનાર પાસેથી લાંચ લેતાં પકડાઈ ગયેલા કૉન્સ્ટેબલ સામે કેસ

18 June, 2021 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ગુટકા વેચનારી વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાના બદલામાં તેની પાસેથી ૧.૨૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરનારા થાણેના પોલીસ કૉન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ગુટકા વેચનારી વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાના બદલામાં તેની પાસેથી ૧.૨૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરનારા થાણેના પોલીસ કૉન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગુટકાના વેચાણ પર પ્રતિબંધ છે.

શહેરના મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ સામે એસીબીના થાણે યુનિટે બુધવારે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. કૉન્સ્ટેબલ ઉદય ભાસ્કર કિરપાણે ગુટકાનું ગેરકાયદે વેચાણ કરતા પકડાયેલા ફરિયાદી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ ન નોંધાવવા બદલ ૧.૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. પછીથી કૉન્સ્ટેબલ પહેલા હપ્તાપેટે ૫૦,૦૦૦ રૂપિયા સ્વીકારવા સંમત થયો હતો. જોકે ફરિયાદીઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેણે કૉન્સ્ટેબલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

mumbai mumbai news mumbai crime news anti-corruption bureau