મરાઠી ફિલ્મ અભિનેત્રી સાથે જાહેરમાં ગેરવ્યવહાર?

24 August, 2020 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મરાઠી ફિલ્મ અભિનેત્રી સાથે જાહેરમાં ગેરવ્યવહાર?

પ્રતીકાત્મક તસવીર

અંધેરી ઈસ્ટ(Andheri East)ના સાકીના(Sakinaka)માં બે લોકોએ માસ્ક ન પહોર્યું હોવાથી એક મરાઠી ફિલ્મ અભિનેત્રી(Marathi Actress)એ તેમને આ બાબતે પ્રશ્ન કરતા બંને વ્યક્તિઓ તેને જ ધમકાવવા લાગ્યા હતા તેમ જ ગેરવ્યવહાર કર્યો હતો. તેથી મુંબઈ પોલીસે(Mumbai Police) બુધવારે આ બંનેની ધરપકડ કરી છે. અંધેરીના એક સુપરમાર્કેટ(Super Market)માં માનસી નાઈક (Manasi Naik) શોપિંગ કરતી હતી તે વખતે તેણે માસ્ક પહેર્યું નહોતું, તેમ જ સોશ્યિલ ડીસ્ટન્સિંગ(Social Distencing)નું પાલન પણ કરી રહી નહોતી.

મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીએ કહ્યું કે, સુપરમાર્કેટના એન્ટ્રન્સમાં સોશ્યિલ ડીસ્ટન્સિંગ સર્કલ હોવા છતાં આ બંને નાઈક અને તેની મિત્રની પાછળ ઉભા હતા. મેહરાજ નિસાર આઝમી (28) અને સુર્યા રમેશ દુબે (20)એ માસ્ક પણ પહેર્યું નહોતું.

અભિનેત્રીએ આ બાબતે વિરોધ કરતા બોલાચાલી થઈ હતી. નાઈકની ફરિયાદ છે કે આ બંનેએ ખરાબ વર્તન કર્યું હતું તેમ જ તે જગ્યાએથી જવા પણ દેતા નહોતા. બંનેએ આના ઘોર પરિણામ આવશે એવી ધમકી પણ આપી હતી.

પરિસ્થિતિ ગંભીર થતા નાઈકે પોલીસનો સંપર્ક કર્યો હતો. બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પૂછપરછ કરતા ખબર પડી કે આ બંને શાકભાજીનું વેચાણ કરે છે. નાઈકની ફરિયાદના આધારે સાકીનાકા પોલીસે એફઆઈઆર રજીસ્ટર્ડ કરી છે. સાકીનાકા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કિશોર સાવંતે કહ્યું કે, બંનેની ધરપકડ કરવામાં આવી હતી, તે પછી નોટિસ ફટકારીને છોડવામાં આવ્યા છે.

mumbai mumbai news andheri Crime News mumbai crime news covid19 coronavirus